Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સત્યસાઈ સ્કૂલની વિદ્યાર્થીની ઝળકી
જામનગર તા. ૧ઃ ગત બુધવારે જાહેર થયેલા ધો.૧ર ના પરિણામમાં સત્યસાઈ સ્કુલની ધો. ૧ર આર્ટસની વિદ્યાર્થીની નુપુર હિરેનભાઈ ત્રિવેદીએ ૯૬.૭૬ પીઆર અને ૮ર ટકા સાથે ઝળહળતી સિદ્ધિ મેળવી શાળા, નગર અને ત્રિવેદી પરિવારનું ગૌરવ વધાર્યું છે.
નુપુર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, દરરોજ શરૃઆતમાં ૪ થી પ કલાક અને છેલ્લે ૮ થી ૯ કલાકનું વાચન કરતી હતી. ટેકસબુક પર વધુ ભાર મૂકયો હતો, જે મારી સફળતામાં મહત્ત્વનું સાબિત થયું છે, મારે આગળ ઈલેકટ્રોનિકસ મીડિયામાં જવાની ઈચ્છા છે અને એન્ટરટેનમેન્ટ ફીલ્ડમાં કારકિર્દી બનાવવી છે, મારી સફળતામાં શિક્ષકો અને માતા-પિતાનો ફાળો રહેલો છે, સ્કૂલ મેનેજમેન્ટે મારા કોન્ફીડેન્સમાં સંચાર કર્યો હતો. મારા પિતા પત્રકાર હોવાથી મને પણ તેમના અનુભવનો લાભ મળશે.
નુપુરે આગળ કહ્યું હતું કે ફ્રેશ થવા મ્યુઝીક સાંભળતી હતી, તેણીને અભ્યાસ સિવાય ધાર્મિક કવિતાઓ લખવી અને ડ્રોઈંગ કરવું તેમજ એન્કરીંગનો ખૂબ જ શોખ છે, નુપુરને સાયકોલોજીમાં ૯૧, સંસ્કૃત, સોશિયોલોજી અને ઈતિહાસ આ ત્રણેય વિષયમાં ૮૭ ગુણ આવ્યા છે, ભાવિ વિદ્યાર્થીઓને ટીપ્સ આપતા કહ્યું હતું કે ખાસ તો ટેકસબુક પર ફોકસ કરવો જોઈએ, કારણ કે ટેકસબુકની બહારનું કંઈ પરીક્ષામાં હોતુ નથી, કોઈપણ વિષય હોય પાઠ્યપુસ્તક પર વર્ષ દરમ્યાન વિશેષ ધ્યાન આપવામાં આવે તો આપણી રીતે પણ સારું પેપર લખી શકીએ છીએ.
ગોખણપટ્ટી કરતા સમજીને લખવું જોઈએ અને ખાસ તો પોતાના પર વિશ્વાસ રાખવો જોઈએ, બોર્ડનો ખોટો હાઉસ મનમાંથી કાઢી નાખવો જોઈએ, ડર જેવી કોઈ વસ્તુ છે જ નહીં, આત્મ વિશ્વાસ મોટી ચીજ છે, જો આ બધા પર ધ્યાન દેવામાં આવે તો સફળતા ચોક્કસ કદમ ચુમે જ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial