Advertisement
Author: નોબત સમાચાર

ચીને એલએસી પર એરફિલ્ડ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મિસાઈલ બેઝનું પણ કર્યું નિર્માણ

સેટેલાઈટે પકડી પાડી ડ્રેગનની ચબરાકીઃ યુદ્ધની સ્થિતિ માટે કરી તૈયારી

નવી દિલ્હી તા. ૧ઃ ચીને એલએસી પર એરફિલ્ડ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મિસાઈલ બેઝનું નિર્માણ કર્યું હોવાનું સેટેલાઈટ તસ્વીરોના માધ્યમથી બહાર આવ્યું છે.

મે ર૦ર૦ માં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે અથડામણ થઈ ત્યારથી ચીન વાસ્તવિક નિયંત્રણ રેખાની નજીક તેની ભૌગોલિક સીમા પર સતત એરફિલ્ડ્સનું વિસ્તરણ કરી રહ્યું છે. સેટેલાઈટ તસ્વીર દ્વારા આ વાત સામે આવી છે. છબિના વિશ્લેષણ મુજબ ચીને એલએસી સાથે તેની સૈન્ય માટે વ્યાપક સુવિધાઓનો વિસ્તાર કર્યો છે અને કેટલાક ક્ષેત્રોમાં ભારતની તુલનામાં ક્ષમતા વિકસાવી છે.

સેટેલાઈટ ઈમેજરી દર્શાવે છે કે, ચીને એલએસીની નજીક સૈનિકોની ઝડપી તૈનાતીના ઉદ્દેશ્ય સાથે એરફિલ્ડ્સ, હેલિપેડ, રેલવે સુવિધાઓ, મિસાઈલ બેઝ, રસ્તાઓ અને પુલોનું વ્યાપકપણે નિર્માણ અને વિસ્તરણ કર્યું છે. આ ચીનની આક્રમક ક્ષમતાઓના વિસ્તરણની શ્રેણી છે. પ્લેનેટ લેબ્સ દ્વારા ફક્ત હિન્દુસ્તાન ટાઈમ્સને ઉપલબ્ધ કરાવવામાં આવેલી સેટેલાઈટ ઈમેજનું વિશ્લેષણ દર્શાવે છે કે ચીને લદ્દાખ નજીક હોટન, હિમાચલ પ્રદેશ નજીક નગારી ગુંગુસા અને તિબેટમાં લ્હાસામાં નવા એરફિલ્ડ્સ હેઠળ નવા રનવે બનાવીને લશ્કરી સુવિધાઓનો વિસ્તાર કર્યો છે અથવા મજબૂત આશ્રયસ્થાનો અને નવા નવા એરફિલ્ડ્સનું નિર્માણ કર્યું છે. ફાઈટર એરક્રાફ્ટના રક્ષણ માટે રચાયેલ લશ્કરી કામગીરી ઈમારતો, ભારતીય અધિકારીઓએ વિશ્લેષણ પર ટિપ્પણી કરવાનો ઈન્કાર કર્યો હતો.

ત્રણ ચીની પ્રદેશો (હોટન, ન્ગારી ગુંગુસા અને લ્હાસા) તેમના ભૌગલિક સ્થાનને કારણે પૃથ્થકરણ માટે પસંદ કરવામાં આવ્યા હતાં. જે ભારતીય પક્ષની વ્યૂહાત્મક સ્થિતિથી વિરૃદ્ધ છે અને ર૦ર૦ માં ભારત સાથેના સૈન્ય સંઘર્ષ દરમિયાન ચીની સૈનિકોની કામગીરીનું કેન્દ્ર હતું. જેણે દ્વિપક્ષીય સંબંધોને છ દાયકાના તળિયેલાવી દીધા છે. જૂન ર૦ર૦માં ગાલવાન ઘાટીમાં ઘાતકી સંઘર્ષમાં ર૦ ભારતીય સૈનિકો શહીદ થયા હતાં. સૈનિકોની કાર્યવાહીમાં ચીનના ઘણાં સૈનિકો પણ માર્યા ગયા હતાં. ૪પ વર્ષમાં એલએસી પર ચીન સાથેના સંઘર્ષમાં આ પ્રથમ જાનહાનિ છે.

હોટન એરફિલ્ડ દક્ષિણ પશ્ચિમ શિનજિયાંગ પ્રાંતમાં સ્થિત છે. તે કેન્દ્રાશાસિત પ્રોદેશ લદ્દાખની રાજધાની લેહથી લગભગ ૪૦૦ કિ.મી.ના અંતરે એક સીધી રેખામાં સ્થિત છે. હોટન એરફિલ્ડનું છેલ્લે ર૦૦ર માં વિસ્તરણ કરવામાં આવ્યું હતું. જૂન ર૦ર૦ ની સેટેલાઈટ ઈમેજમાં હોટન એરફિલ્ડમાં નવો રનવે, નવું એરક્રાફ્ટ અને સૈન્ય કામગીરીની ઈમારતો અને નવું એપ્રોન જોવા મળે છે.

આ નવા બાંધકામો વધારાના દારૃગોળાના સંગ્રહ સાથે સંકળાયેલા છે જે એરફિલ્ડથી દૂર નથી. હોટન અને ચેંગડુ જે-ર૦એસથી સંચાલિત માનવરહિત હવાઈ વાહનો પણ ઈમેજીમાં દર્શાવવામાં આવ્યા છે. ચેંગડુ જે-ર૦ એ જ સ્થળ છે જ્યાં ચીને ર૦ર૦ સૈન્ય સ્ટેન્ડઓફ દરમિયાન સ્ટીલ્થ ફાઈટર તૈનાત કર્યા હતાં.

નગારી ગુંગુસા એરફિલ્ડ તિબેટ સ્વાયત્ત ક્ષેત્રમાં પેંગોંગ તળાવથી ર૦૦ કિ.મી. એક સીધી રેખામાં સ્થિત છે. અહીં ભારતીય અને ચીની સેના વચ્ચે ઘણી અથડામણ થઈ છે. અહીં ચીનની બાજુ એક મહત્ત્વપૂર્ણ પુલ બનાવી રહ્યું છે. એરફિલ્ડ ર૦૧૦ માં કાર્યરત થયું હતું, પરંતુ ર૦૧૭ માં ડોકલામ સ્ટેન્ડઓફને પગલે ઝડપથી વિસ્તરણ કરવામાં આવ્યું હતું. તે સમયે અહીં ફાઈટર પ્લેન પણ તૈનાત હતાં.

જૂન ર૦ર૦ ની સેટેલાઈટ ઈમેજ અહીં ફક્ત ફાઈટર જેટ સાથેનું એરક્રાફ્ટ એપ્રોન બતાવે છે, પરંતુ આ વર્ષે મે મહિનાની તસ્વીર નવો ટ્ક્સીવે અને રનવે દર્શાવે છે. નવી છબિ ઓછામાં ૧૬ નવા એરક્રાફ્ટ આશ્રયસ્થાનો અને નવી લશ્કરી કામગરીની ઈમારતો પણ દર્શાવે છે. તેની જમાવટ પણ અહીં દેખાઈ રહી છે. નગારી ગુંગુસાચીની સૈન્ય માટે મુખ્ય લોજિસ્ટિક્સ કેન્દ્ર તરીકે સેવા આપી રહ્યું છે. તિબેટ સ્વાયત્ત ક્ષેત્રની વહીવટી રાજધાની લ્હાસાનું એરપોર્ટ લાંબા સમયથી બેવડા ઉપયોગની સુવિધાથી સજ્જ છે. તે તવાંગથી સીધી લાઈનમાં રપ૦ કિ.મી.થી ઓછા અંતરે આવેલું છે, જે પૂર્વિય ક્ષેત્રમાં ચીનના દાવાઓનું કેન્દ્ર રહ્યુંછે. મે ર૦ર૦ ની સેટેલાઈટ ઈમેજ હાલના એરક્રાફ્ટ એપ્રોન પર લડાયક જેટ દર્શાવે છે. આ વર્ષે મે મહિનાની એક છબિ ત્યાં એક નવા રનવે અને નવું એપ્રોન બાંધકામ હેઠળ અને ઓછામાં ઓછા ૩૦ નવા કઠોર એરક્રાફ્ટ આશ્રયસ્થાનો અને ઘણી નવી ઈમારતો દર્શાવે છે. તાજેતરના વર્ષોની સેટેલાઈટ ઈમેજરીમાં નેલ્હાસા એરફિલ્ડની દક્ષિણમાં ભૂગર્ભ સુવિધાઓનું બાંધકામ તેમજ રડાર અને ઈલેક્ટ્રોનિક યુદ્ધ એકમ અને હવાઈ સંરક્ષણ એકમ દર્શાવવામાં આવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh