Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલ પાસે પુલ પરથી ખાબકી ગયેલા અજાણ્યા યુવાનનું ઈજા થવાથી મૃત્યુ

રાણપરમાં શ્રમિક યુવતી પરથી ફરી વળ્યું ટ્રેક્ટરઃ

જામનગર તા.૧ ઃ ધ્રોલ નજીક એક હોટલ પાસે પુલ પરથી ગઈકાલે એક અજાણ્યા યુવાન કોઈ રીતે ખાબકી જતાં તેઓનું માથામાં ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. જ્યારે ભાણવડના રાણપરમાં ટ્રેક્ટરમાં જઈ રહેલા એક શ્રમિક યુવતી ટ્રેકટર ચાલકની બેદરકારીના કારણે ચાલુ વાહને પડી ગયા પછી તેમના પરથી ટ્રેક્ટર ફરી વળ્યું છે. મોતને શરણ થયેલી યુવતીના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોલ નજીકની સિદ્ધિ વિનાયક હોટલ પાસેના પુલ પરથી ગઈકાલે સવારે કોઈ રીતે એક અજાણ્યા યુવાન ઉથલી પડ્યા હતા. પુલ પરથી પટકાઈ જવાના કારણે માથામાં ઈજા પામેલા આ યુવાનને સારવાર માટે ધ્રોલ દવાખાને લઈ જવાયા હતા જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.

જાયવા ગામના ફિરોઝભાઈ કાસમભાઈ સુધાગુનીયાએ પોલીસને જાણ કરી છે. મૃતક અંદાજે ચાલીસેક વર્ષની વયના હતા. પોલીસે તેઓની ઓળખ મેળવવા અને તેઓ કઈ રીતે પુલ પરથી ઉથલી પડ્યા તેની તપાસ હાથ ધરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રાણપર ગામમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની સાગરબેન ગિરધારીભાઈ પારગી નામના યુવતી ગઈકાલે બપોરે જીજે-૯-એડી ૫૭૧૮ નંબરના ટ્રેક્ટરમાં જતા હતા ત્યારે તેના ચાલક રાજુ બાલા કોડિયાતર ઉર્ફે રાજાએ ટ્રેક્ટર પુરપાટ ઝડપે ચલાવ્યા પછી અચાનક જ બ્રેક મારતા આ યુવતી ટ્રેક્ટર પરથી લપસી ગયા હતા. રોડ પર પડ્યા પછી તેમના પરથી ટ્રેક્ટરનું વ્હીલ ફરી વળતા ગંભીર ઈજા પામેલા આ યુવતીનું મૃત્યુ નિપજ્યું છે. મૃતકના પિતા ગિરધારીભાઈ કાલુભાઈ પારગીએ ટ્રેક્ટર ચાલક સામે ભાણવડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh