Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અસલી પોલીસ સમક્ષ પોપટ બની ગયેલા શખ્સે કરી તેર ગુન્હાની કબૂલાતઃ
જામનગર તા.૧: જામનગરના બે વેપારીને એસઓજી કર્મચારી તરીકે બોગસ ઓળખ આપી તેઓની સાથે છેતરપિંડીનો પ્રયાસ કરનાર શખ્સને આખરે એસઓજીએ દબોચી લીધો છે. સલાયાના આ શખ્સની જામનગર એસઓજીએ ખોડિયાર કોલોની પાસેથી અટકાયત કરી પૂછપરછ કરતા આ શખ્સે તેર ગુન્હાની કબૂલાત આપી છે. આરોપીની ઘનિષ્ઠ પૂછપરછ યથાવત રાખવામાં આવી છે.
જામનગરના કોમ્પ્યુટરના એક વેપારી ઉપરાંત ટ્રાવેલ્સના બુકીંગના વ્યવસાયીને એસઓજી કર્મચારી તરીકે બોગસ ઓળખ આપી મહેશ જાડેજા નામના શખ્સે છેતરપિંડીના પ્રયાસ કર્યાની અને દ્વારકા જિલ્લાના રાજપરા ગામના વેપારી પાસેથી રૃા.૫૫ હજાર મેળવી લઈ પોલીસ તરીકેની બોગસ ઓળખ આપી તમામ વ્યક્તિઓને ધમકાવાયાની પોલીસમાં ફરિયાદો થઈ હતી. બોગસ પોલીસને શોધી કાઢવા અસલી પોલીસ હરકતમાં આવી ગઈ હતી.
તે દરમિયાન જામનગર એસઓજી દ્વારા હાથ ધરાયેલી તપાસમાં આ ગુન્હામાં સંડોવાયેલો શબ્બીરહુસેન હારૃન ભગાડ નામનો શખ્સ ખોડિયાર કોલોની પાસે આવ્યો હોવાની બાતમી રાજેશ મકવાણા, રમેશ ચાવડા, અનિરૃદ્ધસિંહને મળતા પીઆઈ બી.એન. ચૌધરીની સૂચના અને પીએસઆઈ જે.ડી. પરમારના વડપણ હેઠળ દોડી ગયેલી એસઓજી ટીમે મૂળ સલાયાના ખ્વાજાનગરમાં રહેતા શબ્બીરહુસેન ભગાડની અટકાયત કરી લીધી હતી.
આ શખ્સને એસઓજી કચેરીએ ખસેડી પૂછપરછ કરાતા તેણે એક પછી એક એમ કુલ ૧૩ ગુન્હાઓની કબુલાત કરી છે. એસઓજી સમક્ષ પોપટ બની ગયેલા આ શખ્સના કબજામાંથી રૃા.૩૦ હજારનો મુદ્દામાલ કબજે કરાયો છે. આ શખ્સે મીઠાપુરના વેપારી પાસેથી પપ હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરાવવા ઉપરાંત નગરના વેપારી પાસેથી બે લેપટોપ પડાવવાની કોશિશ ઉપરાંત રાજકોટથી દિલ્હીની ફલાઈટની અગિયાર ટિકિટ બુક કરવાના નામે એસઓજી કર્મચારી તરીકે ઓળખ આપી ધમકાવ્યાની કબુલાત કરવા ઉપરાંત મીઠાપુરમાં સોનીની એક દુકાનમાંથી દાગીના ખરીદી પોતાના ખાતામાં બેલેન્સ ન હોવા છતાં ચેક આપી છેતરપિંડી કર્યાની કબૂલાત કરી છે.
તે ઉપરાંત ખંભાળિયામાં ઈ-બાઈક ખરીદવાના નામે વેપારીને ફોન કરી ધમકાવ્યા હતા. જામનગરના ટાયરના વેપારીને ટ્રકના આઠ ટાયર ખરીદવાના નામે ધમકી આપી હતી. લેપટોપના એક વેપારીને પોલીસના નામે ધમકાવ્યા હતા. એક મોબાઈલની દુકાનના સંચાલકને મોબાઈલ જોઈએ છે તેમ કહી ધમકી આપી હતી. એરફોર્સ રોડ પર કરિયાણાની દુકાનમાંથી ખોટો ચેક આપી અનાજ ખરીદી લીધુ હતું, એક હોટલમાં વીસ માણસો જમવા આવે છે, વ્યવસ્થા કરો તેમ કહી ધમકી આપી હતી. ખંભાળિયામાં એક હોટલ માલિકને પંદરેક માસણો જમવા આવે છે તેમ કહી રૃા.૬૦ હજાર પડાવી લીધા હતા. રમઝાન મહિનામાં ખંભાળિયાની એક હોટલમાં બીરીયાની મોકલાવો તેમ કહી રૃા.૩ર હજાર પડાવી લીધા હતા અને સાયકલના સ્ટોર સંચાલકને ત્રણ સાયકલ જોઈએ છે તેમ કહી રૃા.૧૬ હજારની છેતરપિંડી કરી હતી.
ઉપરોક્ત તેર ગુન્હાઓ અંગે એસઓજીએ કાર્યવાહી કરવાની તજવીજ કરવા ઉપરાંત બંને જિલ્લાના નાગરિકોને આ શખ્સે જો આવી રીતે પોલીસ અથવા કોઈના નામે ફોન કરી ધમકાવ્યા હોય કે છેતરપિંડી કરી હોય તો તે આસામીઓને પોલીસ સમક્ષ આવવા અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial