Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શિવાજીના ૩પ૦ મા રાજ્યાભિષેક અને હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે
જામનગર તા. ૧ઃ જામનગર શહેરમાં શિવાજી મહારાજ સમિતિ દ્વારા શુક્રવાર તા.ર-૬-ર૩ ને દિવસે હિન્દુ સામ્રાજ્ય દિવસની ઉજવણીના ભાગરૃપે વિશાળ બાઈક રેલી સાથેની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જુદા જુદા હિન્દુ સંગઠનના ૩પ૦ થી વધુ યુવાનો પોતાના બાઈક સાથે આ રેલીમાં જોડાશે, અને નગરભ્રમણ કરશે જેની સાથે સાથે શિવાજી મહારાજની પ્રતિમા સાથેનો રથ ઘોડેશ્વાર પણ જોડવામાં આવશે.
ભારતના મહાન સપૂત અને હિન્દુ સામ્રાજ્યના શૂરવીર પ્રણેતા શ્રી છત્રપતિ શિવાજી મહારાજના ૩પ૦ મા રાજ્યાભિષેક દિવસની ઉજવણીના ભાગરૃપે જામનગર શહેરમાં બાઈક રેલી સાથેની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
આવતીકાલે શુક્રવાર તારીખ ર જુન ર૦ર૩ ના દિવસે સમગ્ર દેશભરમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ તરીકે ઉજવણી થાય છે, ત્યારે જામનગર શહેરમાં પણ વિશેષરૃપે ઉજવણી કરવાના ભાગરૃપે વિશાળ બાઈક રેલી સાથેની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
જામનગર શિવાજી મહારાજ સમિતિ દ્વારા યોજાનારી શોભાયાત્રા કાલાવડ નાકા બહાર બાલનાથ મહાદેવના મંદિરેથી શુક્રવારે સાંજે ૪ વાગ્યે પ્રસ્થાન થશે, જે મહાકાલ ચોક, શ્રીરામ ચોક, રાજપાર્ક થઈ ગુલાબનગર, રામવાડી, મોહન નગર અને ઓમ રેસીડેન્સી આવાસ પાસે પૂર્ણ થશે. આ વિશાળ બાઈક રેલી સાથેની શોભાયાત્રામાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સાથેનો ફલોટ્સ તૈયાર કરાશે, સાથે સાથે ઘોડેશ્વાર પણ જોડાશે. ઉપરાંત ૩પ૦ થી વધુ હિન્દુ સમાજના તરવરીયા યુવાનો બાઈક સાથે જોડાશે, અને ડી.જે. ના સથવારે નગર ભ્રમણ કરશે. આ શોભાયાત્રામાં જોડાવા માટે શિવાજી મહારાજ સમિતિના જયભાઈ નડીયાપરા (૮ર૦૦પ ૮૭૬૮પ) તેમજ યશભાઈ ગોહિલ (૮૪૬૦૪ ૬૬૯૬પ) નો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial