Advertisement
Author: નોબત સમાચાર

તબીયત બગડ્યા પછી નગરના વૃદ્ધનું સારવારમાં થયું મૃત્યુ

ડાયાબિટીસ, બીપીથી પીડાતા હતાઃ

જામનગર તા.૧ ઃ જામનગરના એક વણિક વૃદ્ધનું તબીયત બગડ્યા પછી સારવારમાં મૃત્યુ થયું છે. તેઓ બ્લડપ્રેસર તથા ડાયાબિટીસની બીમારીથી પીડાતા હતા.

જામનગરના પટેલ કોલોની વિસ્તારની શેરી નં.૧૧/૩માં રહેતા હરેશભાઈ બાબુલાલ ખોના નામના એકસઠ વર્ષના વણિક વૃદ્ધ ડાયાબિટીસ તથા બ્લડપ્રેસરની બીમારીથી પીડાતા હતા. તેઓની ગયા શનિવારે રાત્રે તબીયત બગડતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ વૃદ્ધનું સારવાર દરમિયાન ગઈકાલે મૃત્યુ થયાનું તેમના મોટાભાઈ અને મુંબઈમાં ડોંબીવલીમાં રહેતા પ્રવીણભાઈ ખોનાએ જાહેર કર્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh