Advertisement
Author: નોબત સમાચાર

ઓખા-નાહરલાગુન ટ્રેન આંશિક ડાયવર્ટ રૂટ પર દોડશે

જામનગર તા. ૧ઃ ઓખા-નાહરલાગુન સુપર સ્પેશ્યલ ટ્રેન અન્ય રૂટ ઉપરથી દોડાવવામાં આવનાર છે. નોન ઈન્ટરલોકિંગ કામગીરીના કારણે આ ટ્રેનનો રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યો છે.

ઉત્તર-પૂર્વ રેલવેના ઓડિયાર ભટ્ટની સેક્શન પર પંચ ડબલીંગ કામ અને ઓડિયાર સ્ટેશન યાર્ડ રિમોડેલીંગ માટે જોન ઈન્ટરલોકીંગની કામગીરીના કારણે ઓખા-નાહરલાગુન સુપર સ્પેશ્યલ ટ્રેન આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ ઉપર દોડાવવામાં આવશે. તેમ ડીસીએમ સુનિલ કુમાર મીનાએ અખબારી યાદી મારફત જણાવ્યું છે. તા. ૬-૬-ર૦ર૩ અને તા. ૧૩-૬-ર૦ર૩ ની ઓખાથી ઉપડનારી ટ્રેન નંબર ૦૯પરપ ઓખા-નાહરલાગુન સમર સ્પેશ્યલ ટ્રેન વાયા વારાણસી, પં. દીનદયાલ ઉપાધ્યાય જંક્શન, પાટલીપુત્ર, સોનપુર થઈને જશે. આ ટ્રેન ગાઝીપુર સિટી, બલિયા અને છપરા જશે નહીં. મુસાફરોએ આ ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરી કરવા પણ જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh