Advertisement
Author: નોબત સમાચાર

જિલ્લા પંચાયતની ૧૫૮૨ ફાઈલ, ૨૨૦ રજીસ્ટર ચોરાયાની નોંધાવાઈ ફરિયાદ

જિ.પં.ના સસ્પેન્ડેડ કર્મચારી સામે તકાઈ શંકાની સોયઃ

જામનગર તા.૧ ઃ જામનગર જિલ્લા પંચાયત કચેરીમાંથી બેએક મહિના પહેલા બે હજાર જેટલી 'ખાસ' ફાઈલ ચોરાઈ ગયાના ધગધગી રહેલા પ્રકરણમાં આખરે જિલ્લા પંચાયતના નાયબ કાર્યપાલક ઈજનેરે ૧૫૮૨ ફાઈલ તથા ૨૨૦ રજીસ્ટર ચોરાઈ ગયાની ફરિયાદ નોંધાવી શકદાર તરીકે જિલ્લા પંચાયતના સસ્પેન્ડેડ કર્મચારીનું નામ આપ્યું છે. આ પ્રકરણમાં હવે કેવો વળાંક આવશે તે જોવાનું રહ્યું.

જામનગરની જિલ્લા પંચાયત કચેરીમાંથી બે-અઢી મહિના પહેલા અંદાજે બે હજાર જેટલી ફાઈલ ચોરાઈ ગયાનું ચકચારી પ્રકરણ લોકમુખે ચઢ્યંુ છે ત્યારે જે ફાઈલો ચોરાઈ છે તે ફાઈલોમાં કેટલાક મહત્વના કાગળો હોવાની અને કદાચ તે કારણે જ આ ફાઈલો ચોરાઈ ગયાની રમૂજ પણ લોકો માણી રહ્યા છે. તે દરમિયાન ગઈકાલે રાત્રે જામનગર જિલ્લા પંચાયત કચેરીમાં માર્ગ અને મકાન પેટા વિભાગના કાર્યપાલક ઈજનેર જયવીરસિંહ પ્રવીણસિંહ ચુડાસમાએ સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે.

તેઓએ ફરિયાદમાં જણાવ્યા મુજબ જિલ્લા પંચાયતની ઈલેકટ્રીક શાખાની કચેરીમાંથી અંદાજે બે કે અઢી મહિના પહેલા રાત્રિના સમયે ટ્રોલી સાથેનું ટ્રેક્ટર લઈને આવેલા હરીસિંહ પ્રતાપસિંહ ગોહિલ નામના શખ્સે તે કચેરીનું તાળું પોતાની પાસે રહેલી ચાવીથી ખોલી ઓફિસમાંથી ૧૫૮૨૫ તથા ૨૨૦ રજીસ્ટર ટ્રોલીમાં ભરાવી લીધા હતા.

ઉપરોક્ત ફાઈલ તથા રજીસ્ટરની કોઈ કારણથી આ શખ્સે ચોરી કરી લીધી હતી. આ ફરિયાદ આઈપીસી ૩૮૧, ૪૫૭ હેઠળ રજીસ્ટરે લેવામાં આવી છે. જેની તપાસ પીએસઆઈ બી.એસ. વાળાએ પીઆઈ એન.એ. ચાવડાના વડપણ હેઠળ શરૃ કરી છે.

જિલ્લા પંચાયતના ચકચારી બનેલા ફાઈલ ચોરીના આ પ્રકરણમાં જેની સામે ફરિયાદ કરવામાં આવી છે તે હરિસિંહ ગોહિલ જિલ્લા પંચાયતની કચેરીમાં ફરજ બજાવતો હતો. તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. તે દરમિયાન નાયબ કાર્યપાલક ઈજનેરે થોડા દિવસ પહેલા કોઈ કામથી કેટલીક ફાઈલ ઈલેકટ્રીક શાખામાંથી મંગાવ્યા પછી સંખ્યાબંધ ફાઈલો ગુમ થયાનું પ્રકાશમાં આવ્યું હતું. તે પછી આ બાબતે પોલીસમાં ક્યારે ફરિયાદ થશે ? તેવા પ્રશ્નો ઉઠ્યા હતા અને તે ફાઈલો ચોરી થવા પાછળ લાઈટ અંગેનું કોઈ કૌભાંડ બહાર ન આવે તે માટે ફાઈલો ગુમ કરી નખાયાનું પણ ચર્ચાતું હતું અને આ પ્રકરણમાં કેટલાક અધિકારીઓ અને રાજકીય વ્યક્તિઓની પણ સંડોવણી બહાર આવશે તેમ લાગી રહ્યું હતું ત્યારે ગઈકાલે નાયબ કાર્યપાલક ઈજનેર અને મૂળ ગાંધીનગરના વતની તેમજ હાલમાં સરૃ સેક્શન રોડ પર રહેતા જયવીરસિંહ ચુડાસમાએ ખુદ ફરિયાદી બની ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે. આગામી દિવસોમાં આ પ્રકરણમાં કોના નાક બહાર આવશે તેના પર સંબંધિતોની મીટ મંડાયેલી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh