Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગૃહમંત્રીએ નીટ મુદ્દે ચર્ચાની બતાવી તૈયારીઃ બન્ને ગૃહો બપોર સુધી સ્થગિત
નવી દિલ્હી તા. ૧૨: નીટ પેપર લીકના મુદ્દે કેન્દ્ર સરકાર અને વિપક્ષ વચ્ચે મડાગાંઠ યથાવત છે. એક તરફ ગૃહમંત્રીએ આ મુદ્દે ચર્ચાની તૈયારી બતાવી છે, તો બીજી તરફ વિપક્ષ દ્વારા અમિત શાહનું રાજીનામુ મંગાયુ છે. બન્ને ગૃહો બપોર સુધી સ્થગિત કરવામાં આવ્યા છે.
નીટ પેપર લીક અને જંતર-મંતર પર વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જના મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી સામસામે આવી ગયા છે. એક તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટ કર્યું છે કે 'સરકાર પાસે છુપાવવા માટે કંઈ નથી અને હું આજે જ આ મુદ્દે ચર્ચા કરવા તથા દરેક સવાલનો જવાબ આપવા તૈયાર છું.
બીજી તરફ, વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ કહૃાું કે, 'મારે ભાષણ નથી સાંભળવું. જો વિદ્યાર્થીઓ પર પેલેટ ગન ચલાવવાનો આદેશ ગૃહમંત્રીએ આપ્યો હોય તો તેમણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ.'
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષને સંસદ ચાલવા દેવાની અપીલ કરતાં કહૃાું કે, *સરકાર દરેક વિષય પર વિગતવાર ચર્ચા કરવા તૈયાર છે. વિપક્ષ બપોરે ૨ વાગ્યા સુધીમાં સ્પીકરને ચર્ચા માટે પત્ર સોંપે, સરકાર આજે બપોરે ૩ વાગ્યાથી લઈને મોડી રાત સુધી અને આવતીકાલે પણ ચર્ચા કરવા તૈયાર છે. હું પોતે આ ચર્ચામાં હાજર રહીશ અને વિપક્ષના દરેક સવાલનો જવાબ આપીશ.*
રાહુલ ગાંધીએ ગંભીર આરોપ લગાવતા કહૃાું કે, જો જંતર-મંતર પર પ્રદર્શન કરી રહેલા માસૂમ બાળકો પર પેલેટ ગન અને લાઠીચાર્જ કરવાનો આદેશ અમિત શાહે આપ્યો હોય, તો તેમણે નૈતિક જવાબદારી સ્વીકારીને પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ. અમે છેલ્લા ૨૦ દિવસથી તેમની પાસે જવાબ માગી રહૃાા છે પણ તેઓ જવાબ આપવાની જગ્યાએ ગાયબ થઇ ગયા છે.
એક વિદ્યાર્થીને આંધળો કરી દેવાયો, બીજાને ગોળી મારી. ખિલ્લીવાળા દંડા વડે વિદ્યાર્થીઓને મારવામાં આવ્યા હતા. આ આદેશ આપ્યા કોણે અમને તો એ કહો? યુવા પેઢી અમિત શાહ તરફથી કોઈ સ્પષ્ટતા કે તર્ક જાણવા નથી માગતી બસ એટલું કહે કે વિદ્યાર્થીઓ પર બળપ્રયોગ કરવાનો આદેશ આખરે આપ્યો કોણે? જ્યાં સુધી જવાબ નહીં મળે ત્યાં સુધી કોઈ ચર્ચા સ્વીકારવામાં નહીં આવે.
સંસદનું સત્ર શરૂ થયું ત્યારથી જ નીટ પેપર લીક અને વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનનો મુદ્દો છવાયેલો રહૃાો છે. વિપક્ષ આ મુદ્દે સરકારને સતત ઘેરી રહૃાો છે અને ગૃહમાં ભારે હંગામો મચાવી રહૃાો છે. ત્યારે અમિત શાહના આજના પ્રસ્તાવ અને રાહુલ ગાંધીના આકરા વલણ બાદ સંસદમાં રાજકીય ગરમાવો વધુ વધી ગયો છે.
આજે પણ સંસદના બન્ને ગૃહોમાં વિવિધ મુદ્ે હોબાળો થતો રહ્યો હતો. તેથી રાજ્યસભા બપોર સુધી સ્થગિત કરાઈ હતી. અને તે પછી લોકસભાની કાર્યવાહી પણ બપોર સુધી સ્થગિત થઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial