Advertisement
Author: નોબત સમાચાર

આરબલુસ પાસે ખુંટીયાની ઢીંકે ચઢી ગયેલા પરપ્રાંતીય યુવાનનું સારવારમાં મોત

ઉલ્ટી-ઉબકા થયા પછી નગરના પ્રૌઢનું નિપજ્યું મૃત્યુઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૨: લાલપુરના કાનાલુસ રોડ પર આરબલુસ માર્કેટ પાસે સપ્તાહ પૂર્વે એક પરપ્રાંતીય યુવાનને ખુંટીયાએ ઢીંકે ચઢાવ્યા હતા. સારવારમાં ખસેડાયેલા આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. ઉલ્ટી-ઉબકા થતાં હોસ્પિટલ લઈ જવાયેલા નગરના પ્રૌઢનું પણ મૃત્યુ થયાનું જાહેર થયું છે.

લાલપુર તાલુકાના કાનાલુસ ગામની સીમમાં આવેલી લેબર કોલોની-૮ નજીક વસવાટ કરતા મૂળ ઓરિસ્સાના ગંજામ જિલ્લાના સમાસીંગીપુર ગામના વતની બિજયા સોલાબહેરા નામના યુવાન ગઈ તા.૩ની રાત્રે આરબલુસ ગામ નજીક ભરાતી માર્કેટ પાસે હતા ત્યારે ખુંટીયાએ તેઓને ઢીંક મારી પછાડી દીધા હતા.

ઢીંકે ચઢી ગયેલા આ યુવાનને માથાના પાછળના ભાગમાં ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. રતન સોલાબહેરાએ પોલીસને જાણ કરી છે. મેઘપર પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલા વેલનાથ કોળી દંગામાં રહેતા મુકેશભાઈ ખોડુભાઈ ઝીંઝુવાડીયા (ઉ.વ.૫૦) નામના પ્રૌઢ ગયા રવિવારે સવારે પોતાના ઘરે હતા ત્યારે ઉલ્ટી-ઉબકા થવા લાગતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં તેઓનું મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે. તેમના પુત્ર રાજેશભાઈએ પોલીસને વાકેફ કરી છે. સિટી સી ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh