Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૯ તાલુકામાં મેઘવૃષ્ટિ
અમદાવાદ તા. ૧૨: ગુજરાતમાં મેઘરાજાની સવારી આજે પણ યથાવત રહી છે, આજે સવારે બે કલાકમાં ૪૮ તાલુકામાં વરસાદ પડયો છે તો છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૯ તાલુકામાં મેઘમહેર થઈ છે.
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૯ તાલુકામાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે. ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. પંચમહાલના શહેરામાં સૌથી વધુ ૫.૪૩ ઇંચ વરસાદ ખાબક્યો. મહીસાગરના કોઠંબામાં ૫.૨૪ ઇંચ અને તાપીના નિઝરમાં ૩.૩૯ ઇંચ વરસાદ નોંધાયો. ૧૨ ઓગસ્ટે સવારે ૬ થી ૮ વાગ્યા સુધીમાં ૪૮ તાલુકામાં વરસાદ થયો, જેમાં નર્મદાના દેડિયાપાડામાં ૧ ઇંચથી વધુ વરસાદ નોંધાયો.
મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદી માહોલ છે, ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં(૧૨ ઓગસ્ટ સવારે ૬થી ૧૨ ઓગસ્ટ સવારે ૬ વાગ્યા સુધીમાં) રાજ્યના ૧૧૯ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (એસઈઓસી)ના આંકડા અનુસાર, પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં સૌથી વધુ ૫.૪૩ ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ૧૨ ઓગસ્ટે સવારે ૬થી ૮ વાગ્યા સુધીમાં ૪૮ તાલુકામાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ નર્મદાના દેડિયાપાડામાં ૧ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.
એસઈઓસી મુજબ, ૧૧ ઓગસ્ટે પંચમહાલના શહેરામાં સવારના ૮થી ૧૨ વાગ્યાના માત્ર ૪ કલાકના ગાળામાં જ ૪.૫ ઇંચ જેટલો મુસળધાર વરસાદ પડી જતાં માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. આ સિવાય મહીસાગર જિલ્લાના કોઠંબામાં પણ ૫.૨૪ ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે તાપી જિલ્લાના નિઝર તાલુકામાં મોડી રાત્રે ૨ વાગ્યા પછી વીજળીના કડાકા-ભડાકા સાથે ૩.૩૯ ઇંચ વરસાદ નોંધાયો હતો.
પંચમહાલના શહેરામાં ૫.૪૩ ઇંચ, મહીસાગરના કોઠંબામાં ૫.૨૪ ઇંચ, લુણાવાડામાં ૨.૭૨ ઇંચ, બાલાસિનોરમાં ૨.૫૨ ઇંચ, તાપીના નિઝર ૩.૩૯ ઇંચ, કુકરમુંડા ૨.૬૮ ઇંચ, નર્મદાના નાંદોદમાં ૨.૪૮ ઇંચ, ગાંધીનગરના દેહગામમાં ૨.૦૯ ઇંચ, વલસાડના ઉમરગામમાં ૨.૦૫ ઇંચ વરસાદ ખાબક્યો છે.
દાહોદના ગોવિંદ ગુરૂ લીમડીમાં ૧.૯૩ ઇંચ, સુખસરમાં ૧.૮૫ ઇંચ, દાહોદમાં ૧.૫૭ ઇંચ, ગરબાડામાં ૧.૪૨ ઇંચ, સંજેલીમાં ૧.૩૮ ઇંચ, સિંગવડમાં ૧.૧૪ ઇંચ, નર્મદાના સાગબારામાં ૧.૮૯ ઇંચ, દેડિયાપાડામાં ૧.૩૪ ઇંચ, ગરૂડેશ્વરમાં ૧.૦૬ ઇંચ, ડાંગના વઘઈમાં ૧.૮૫ ઇંચ, આહવામાં ૧.૫૪ ઇંચ, મહીસાગરના ગોધરમાં ૧.૭૩ ઇંચ, પંચમહાલના ગોધરામાં ૧.૭૩ ઇંચ, મોરવા હડફમાં ૧.૧૦ ઇંચ, વલસાડના નાનાપોંઢામાં ૧.૫૦ ઇંચ, ખેડાના કપડવંજમાં ૧.૪૬ ઇંચ, છોટાઉદેપુરના બોડેલીમાં ૧.૩૮ ઇંચ વરસાદ વરસ્યો છે.
આજે સવારે ૨ કલાકમાં ૪૮ તાલુકામાં વરસાદ
૧૨ ઓગસ્ટે આજે સવારે ૬ વાગ્યાથી ૮ વાગ્યા સુધીમાં ૪૮ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ નર્મદાના દેડિયાપાડામાં ૧ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે અન્ય ૪૭ તાલુકામાં ૧ ઇંચથી ઓછો વરસાદ થયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial