Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયાઃ ગંદકી-કચરાના ઢગલા-ઉકરડા-છલકાતી ગટરોની દોઝખભરી સ્થિતિ અંગે તંત્ર દોડતું થયું

સમગ્ર શહેરમાં નિયમિત અને કાયમી સફાઈ કામની ઉગ્ર માંગણીઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૨: ખંભાળિયા શહેરમાં નગર પાલિકા તંત્રની નિષ્ક્રિયતા અને નિંભરતાના કારણે શહેરમાં ચારેતરફ ગંદકી-કચરાના ઢગલા, ઉકરડા, છલકાતી ગટરોનું સામ્રાજ્ય ફેલાઈ ગયું હતું. આ અતિ ગંભીર સમસ્યા અંગે અખબારોમાં તસ્વીરો સાથેના અહેવાલો પ્રસિદ્ધ થતા રહ્યા હતાં, પણ ન.પા.ના ઉચ્ચ અધિકારી, એનીગેશન વિભાગ કે ચૂંટાયેલા ભાજપના હોદ્દેદારો કે નગરસેવકોને શહેરમાં રોગચાળો ફેલાવે તેવી દોેઝખભરી સ્થિતિનો 'ખ્યાલ' જ ન હતો! ખેર...! અંતે આ નિંભર અને ઘોર નિદ્રામાં રહેલ ન.પા.નું તંત્ર જાગ્યું ખરૂ... અને સફાઈકામ હાથ ધરવામાં આવ્યું છે.

ખંભાળિયામાં હજામ પાડાથી શાક માર્કેટ જતા રસ્તામાં સુપર માર્કેટ, શાક માર્કેટ, સલાયા ગેઈટ, ખાનગી નાસ્તાની દુકાન વિગેરે વિસ્તારોમાં કચરો ઉપાડવાની કામગીરી કરી દવાનો છંટકાવ પણ કરવામાં આવ્યો હતો.

સલાયા ગેઈટ પાસે છલકાતી ગટરોના પ્રશ્ને સફાઈ કરવાની કામગીરી હાથ ધરી હતી.

ન.પા. તંત્રએ સફાઈ કામ શરૂ કર્યું છે, પણ લોકોમાં આ રીતે સમગ્ર શહેરમાં નિયમિતરીતે કાયમી ધોરણે સફાઈ કામ થાય તેવી ઉગ્ર માંગણી ઊઠવા પામી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh