Advertisement
Author: નોબત સમાચાર

ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરે આપ્યુ રાજીનામું: મતભેદો કારણભૂત ?

એજીએમ પહેલા જ ચોંકાવનારી જાહેરાત

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૨: ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરે ૪૦ વર્ષની દીર્ઘકાલિન સેવા પછી રાજીનામું ધરી દેતા અટકળોનુ બજાર ગરમ છે અને ટાટા સન્સના શેરોમાં ઘટાડો જોવા મળ્યો હોવાના અહેવાલો છે.

ટાટા સન્સની આગામી ૧૮ ઓગસ્ટના યોજાનારી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) પહેલા ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને રાજીનામું આપી દીધું છે. ચંદ્રશેખરને જણાવ્યું છે કે, 'મેં ટાટા ગ્રૂપમાં મારી વ્યાવસાયિક કારકિર્દીના ૪૦ વર્ષ પૂરા કર્યા છે. આ પ્રતિષ્ઠિત સંસ્થામાં યોગદાન આપવાની અમૂલ્ય તક મળવા બદલ હું કૃતજ્ઞ છું. છેલ્લા એક દાયકાથી ટાટા સન્સનું નેતૃત્વ કરવું એ મારા માટે મોટું સન્માન અને મોટી જવાબદારી રહી છે.'

ચંદ્રશેખરનનો વર્તમાન કાર્યકાળ ફેબ્રુઆરી ૨૦૨૭ સુધીનો છે. તેમણે કહૃાું છે કે, 'મેં આ હોદ્દા માટે યોગ્ય ટ્રાન્ઝિશન સુનિશ્ચિત કરવા બોર્ડને ટૂંક સમયમાં જ ઉત્તરાધિકારી નક્કી કરવા કહૃાું છે. હું કોઈ જ રિ-એપોઈન્ટમેન્ટ નથી ઈચ્છતો.'

ચંદ્રશેખરન ૧૯૮૭માં ટાટા ગ્રૂપમાં જોડાયા હતા, ૨૦૦૯માં ટીસીએસના સીઈઓ બન્યા હતા અને ૨૦૧૭માં ટાટા સન્સના ચેરમેન તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. આ દરમિયાન જૂથે એર ઈન્ડિયા દુર્ઘટના, ટીસીએસ પર કિંમતોનું દબાણ અને જેગ્યુઅર લેન્ડ રોવર પર સાયબર હુમલા જેવા મોટા સંકટોનો સામનો કર્યો હતો.

આ રાજીનામું શેરધારકો સાથેના તણાવ અને ચંદ્રશેખરન તથા ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટા વચ્ચેના મતભેદો વચ્ચે આવ્યું છે. ચંદ્રશેખરને કહૃાું છે કે 'બોર્ડના એક સભ્યે ૨૦૨૭ પછી મારો કાર્યકાળ લંબાવવા સમર્થન કર્યું ન હતું. મને સર્વાનુમતે સમર્થન ન મળવાના કારણે રાજીનામું આપી રહૃાો છું.'

સર દોરાબજી ટાટા ટ્રસ્ટ અને સર રતન ટાટા ટ્રસ્ટે તેમના આગામી પાંચ વર્ષના કાર્યકાળના લંબાણ માટે સર્વાનુમતે ભલામણ કરી હતી, પરંતુ બોર્ડની બેઠકમાં એક સભ્ય દ્વારા વિરોધ થવાને કારણે આ પ્રસ્તાવ પસાર થઈ શક્યો ન હતો.

ટાટા સન્સ અને ટાટા ટ્રસ્ટ વચ્ચે બોર્ડમાં પ્રતિનિધિત્વ, જૂથની વ્યૂહનીતિ અને લઘુમતી શેરધારક શાપૂરજી પાલનજીની એક્ઝિટ અંગે મતભેદો છે. ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટા દ્વારા ચંદ્રશેખરનની પુનઃ નિયુક્તિના પ્રસ્તાવનો વિરોધ કર્યા બાદ આ તણાવ વધુ તીવ્ર બન્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh