Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની યુવતી સામે રાજકોટના આસામી દ્વારા છેતરપિંડીની ફરિયાદ

રૂ।.૫૦ હજાર સામે રોજના રૂ।.૧ હજારના વળતરની લાલચઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૨: જામનગરની વતની અને હાલ અમદાવાદમાં રહેતી યુવતી સામે રાજકોટમાં સ્ટુડિયો ચલાવતા એક આસામીએ રૂ।.૫૦ હજારની છેતરપિંડીની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે આ આસામીને રોજના રૂ।.૧ હજાર વળતર પેટે આપવાનું કહી આંબાઆંબલી બતાવાયા અંગે કેફિયત અપાઈ છે.

રાજકોટમાં સ્ટુડિયો ચલાવતા ઉમંગ ઉમેશભાઈ મહેતા નામના યુવાને રોજના એક હજાર રૂપિયાનું મળી શકે છે તેમ જણાવી મૂળ જામનગર અને હાલમાં અમદાવાદમાં રહેતી રીયા ગોર નામની યુવતી સામે રૂ।.૫૦ હજારની છેતરપિંડી આચર્યાની રાજકોટ પોલીસમાં ફરિયાદ કરી છે.

ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ વર્ષ ૨૦૧૫માં એક ઈવેન્ટમાં રીયા ગોર સાથે પરિચય થયા પછી ઉમંગ મહેતા અને આ યુવતી સોશિયલ મીડિયાથી સંપર્કમાં રહ્યા હતા. તે દરમિયાન રીયાએ એક કંપનીના ફોટા મોકલી તેમાં ઈન્વેસ્ટ કરવાનું અને પોતે આ કંપની સાથે સંકળાયેલી હોવાનું કહી રૂ।.૫૦ હજાર સામે રોજના રૂ।.૪ હજાર મળી શકે છે તેમ કહ્યું હતું. તે પછી ઉમંગ મહેતા દ્વારા રોકાણ કરાયું હતું.

તેઓને ચારેક દિવસ સુધી વળતર આપવામાં આવ્યા પછી રીયાએ વળતર આપવાનું બંધ કર્યું હતું અને ફોન તથા મેસેજના જવાબ પણ આપવાનું બંધ કરી દેતાં આખરે ઉમંગ મહેતાએ રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે રીયા ગોર તથા જે બેંક એકાઉન્ટમાં રકમ જમા કરાવાઈ હતી તે ખાતા ધારક સામે ગુન્હો નોંધ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh