Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર મહાનગરપાલિકાને રૂ।. ૧૦૫ કરોડ સહિત
જામનગર તા. ૧૨: રાજ્યની મહાનગરપાલિકા-નગરપાલિકાઓને સર્વાંગી વિકાસ કામો માટે રૂ।. ૩૮૫૦ કરોડના ચેક અર્પણનો ગૌરવશાળી સમારોહ ગાંધીનગરમાં યોજાયો હતો. સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ૧૭ મહાનગરપાલિકાઓને ૨૯૯૨ કરોડ-૧૫૨ નગરપાલિકાઓને ૮૫૮ કરોડની ફાળવણી કરાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસ કામો માટે ચેક વિતરણ શહેરી વિકાસ મંત્રીશ્રી, કૃષિ મંત્રીશ્રી અને રાજ્ય મંત્રીની ઉપસ્થિતિમાં કર્યું હતું.
રાજય સરકારે સ્વર્ણિમ જયંતિ યોજના હેઠળ મહાપાલિકા-પાલિકાઓને રૂ।. ૩૮૫૦ કરોડ ફાળવ્યા છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં સુદૃઢ નાણા વ્યવસ્થાપનને પરિણામે નગરો-મહાનગરોમાં જન સુખાકારીના કામો માટે હવે નાણાંની કોઈ તંગી નથી રહી.
એટલું જ નહિં, લોકહિતના જે કામો થાય છે તે લોકો જુએ છે અને ઈઝ ઓફ લિવિંગને પરિણામે વધુ નવા કામો માટેની લોકોની અપેક્ષાઓ જાગી છે.
તેમણે શહેરી વિકાસ અને નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શનાબહેન વાઘેલા અને નાયબ દંડક જગદીશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં આ ચેક વિતરણ કર્યું હતું.
મુખ્યમંત્રીએ આ અવસરે મહાનગરપાલિકા-નગર પાલિકાના પદાધિકારીઓ, કમિશનરો અને ચીફ ઓફિસરોને નગર સુખાકારીના વધુને વધુ ગુણવત્તાયુક્ત પ્રજાકીય કામોમાં નાણાનો સદુપયોગ થાય તે સુનિશ્ચિત કરવા અનુરોધ કર્યો હતો.
સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ૧૭ મહાનગર પાલિકાઓને ૨૯૯૨ કરોડ અને ૧૫૨ નગરપાલિકાઓને ૮૫૮ કરોડની રકમ વિકાસ કામો માટે તેમણે આપી હતી. ચેક વિતરણ કાર્યક્રમમાં અમદાવાદ મહાનગર પાલિકાને સૌથી વધુ રૂ. ૮૭૦ કરોડ તથા સુરત મહાનગર પાલિકાને રૂ. ૭૭૦ કરોડ અર્પણ કરવામાં આવ્યા હતા. જ્યારે વડોદરા મહાનગર પાલિકાને રૂ. ૨૮૫ કરોડ, રાજકોટને રૂ. ૨૩૨ કરોડ, ભાવનગરને રૂ. ૧૦૫ કરોડ અને જામનગર મહાનગરપાલિકાને રૂ. ૧૦૫ કરોડની ગ્રાન્ટની રકમ ફાળવાઈ છે. તે જ રીતે જૂનાગઢ અને ગાંધીનગર મહાનગરપાલિકાને રૂ. ૬૫-૬૫ કરોડ પ્રાપ્ત થયા છે.
આ ઉપરાંત ગાંધીધામ, નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર, મહેસાણા, વાપી, નડિયાદ, આણંદ અને મોરબી પ્રત્યેક શહેરને રૂ. ૫૫-૫૫ કરોડની રકમ અર્પણ કરવામાં આવી હતી. નગરપાલિકા વિસ્તારના વિકાસ માટે 'અ' વર્ગની કુલ ૪૧ નગરપાલિકાઓને રૂ. ૩૦૭.૫૦ કરોડ તથા 'બ' વર્ગની ૩૪ નગરપાલિકાઓને રૂ. ૨૨૧ કરોડ ફાળવવામાં આવ્યા છે. 'ક' વર્ગની ૬૦ નગરપાલિકાઓને રૂ. ૨૭૦ કરોડ અને 'ડ' વર્ગની ૧૭ નગરપાલિકાઓને રૂ. ૫૯.૫૦ કરોડની ગ્રાન્ટ આપવામાં આવી છે.
મુખ્યમંત્રીશ્રીએ કહૃાું કે, નવા કામોના આયોજન સાથે જૂના અને પૂર્ણ થયેલા કામોની સ્થિતિની પણ કાળજી લેવાય. એટલું જ નહિં, જેટલા કામો થાય તે ગુણવત્તાયુક્ત થાય તે માટે પદાધિકારીઓ-અધિકારીઓ કામોની સાઈટ વિઝીટ સાથે મળીને કરે.
મુખ્યમંત્રીશ્રીએ શહેરોમાં નવા નિર્માણ થનારા રસ્તાઓ આર.સી.સી.ના જ બને તેની તાકીદ કરતા એમ પણ કહૃાું કે, સ્વચ્છતા પ્રત્યે વિશેષ કાળજી લેવાય તે જરૂરી છે. સ્વચ્છતા અંગેના દુર્લક્ષ સામે કડક પગલાં લેવાનું પણ તેમણે સૂચન કર્યું હતું.
ગ્રીન કવર વધારીને પર્યાવરણ પ્રિય શહેરો બનાવવાની હિમાયત કરતા ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે, નવી બનતી ટી.પી. સ્કીમમાં એક ટકા જેટલી જમીન વૃક્ષારોપણ માટે ફરજિયાત અનામત રાખવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. તેનો પણ લોકોની સુખાકારી માટે બાગ-બગીચા, ઓક્સિજન પાર્ક વગેરેના નિર્માણ ઉપરાંત અમલ થાય તે જરૂરી છે.
શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈએ આ અવસરે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં નાણા વિના શહેરોમાં વિકાસના કોઈ કામો અટક્યા નથી, પણ આપણે આ કામ વધુ ગુણવત્તાયુક્ત થાય તેની ખાસ કાળજી રાખવી જરૂરી છે. વર્તમાન સમયમાં ક્લાઈમેટ ચેન્જને ધ્યાનમાં રાખીને શહેરોમાં વિકાસના કામો કરવા જોઈએ.
શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શનાબેન વાઘેલાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શહેરી વિકાસ માટે ગ્રાન્ટ ફાળવણીની શરૂ કરેલી આ પરંપરાનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરી જનજીવનની સુખાકારીમાં વધારો કરવાનો છે.
આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ૨૦ વર્ષ શહેરી વિકાસના તથા અનંત અનાદિ વડનગરઃ વારસાથી વિકાસની ગૌરવ ગાથા કોફી ટેબલ બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ એમ. થેન્નારસન, ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર રેમ્યા મોહન, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના સીઈઓ વીણા પટેલ, વિવિધ મહાનગરપાલિકાના પદાધિકારીઓ ઉપરાંત કમિશનરો, નગરપાલિકાના પ્રમુખો અને ચીફ ઓફિસરો સહિતના અધિકારીઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial