Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયા સુપ્રસિદ્ધ અતિ પ્રાચીન ખામનાથ મહાદેવ મંદિર

શ્રાવણ મહિનામાં ઘીની મહાપૂજાના અદ્ભુત દર્શન-પૂજાનું વિશેષ મહત્ત્વ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧રઃ દેવભૂમિ દ્વારકામાં પાંચસો વર્ષથી પણ જુના ખંભાળિયાના ખામનાથ મહાદેવ તેની વિશેષ આરતી તથા ઘીની મહાપૂજાના દર્શન માટે સમગ્ર પંથક જ નહીં, પણ દેશ-વિદેશમાં જાણીતા છે.

જામનગરના પ્રથમ રાજા જામ રાવળે ખંભાળિયામાં પ્રથમ આવી જામનગર વસાવ્યું હતું તથા ઘી નદી પાસે ખામનાથ મહાદેવના દર્શન કર્યા હતાં.

ઘી નદીના કાંઠા પર આવેલું ખામનાથ મહાદેવનું મંદિર અનોખું છે. અહીં મંદિરના કંપાઉન્ડમાં તથા નજીકમાં જ નવ પ્રાચીન શિવ મંદિરો આવેલા છે. ભૂતનાથ મહાદેવ, કાશી વિશ્વનાથ મહાદેવ, કુબેર ભંડારી મહાદેવ, ઝાડ ખંડી મહાદેવ સહિતના છે. મહાદેવના મંદિરો ઉપરાંત ખામનાથ મહાદેવ મંદિરમાં કાળ ભૈરવ, બટુક ભૈરવ તથા ચંડ ભૈરવ ત્રણ ભૈરવો પણ આવેલા છે તથા ગાયત્રી માતાજીનું મંદિર તથા હનુમાનજી તથા ગણેશજીના પણ મંદિરો છે.

શ્રાવણ માસના પ્રત્યેક સોમવાર તથા શ્રીકૃષ્ણ જન્મ તથા વિશેષ દિવસોમાં અંદાજીત બારથી તેર ઘી ની મહાપૂજાઓના દર્શન અહીં યોજાય છે.

પ્રાચીન સમયમાં ખામનાથ મહાદેવ મંદિરે સાતમ-આઠમ-નોમ તથા પ્રત્યેક શ્રાવણના સોમવારે અહીં લોકમેળો પણ યોજાતો હતો, કેટલાક વર્ષથી બંધ કરાયો છે, જો કે નાના ચકડોળ સાથે શ્રાવણી સોમવારે અહીં ભાવિકો, ભૂલકાઓને લાભ અપાવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh