Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજકોટ-વાડીનાર ટોલવે પ્રા.લિ.ના સહયોગથી
જામનગર તા. ૧૨: જામનગર જિલ્લામાં આવેલ સોયલ પ્રાથમિક શાળામાં કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અંતર્ગત રૂ.૫ લાખના ખર્ચે આધુનિક લાઇબ્રેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ લાઇબ્રેરી માટે આર્થિક સહયોગ રાજકોટ વાડીનાર ટોલવે પ્રાઇવેટ લિમિટેડ (સેકુરા ગ્રુપ કંપની) દ્વારા આપવામાં આવ્યો છે.
લાઇબ્રેરીના લોકાર્પણ પ્રસંગે વૈભવ ભંડારી, મોહન કોલ્લી, ધવલ વ્યાસ તથા તેજસ ભિંડી વિશેષ ઉપસ્થિત રહૃાા હતા. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
નવી લાઇબ્રેરીના નિર્માણથી વિદ્યાર્થીઓમાં વાચન પ્રત્યેની રુચિ વધશે તેમજ તેમના જ્ઞાન અને સર્વાંગી વિકાસને પ્રોત્સાહન મળશે. શાળા પરિવાર દ્વારા દાતા સંસ્થા અને ઉપસ્થિત મહાનુભાવોના સહયોગ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial