Advertisement
Author: નોબત સમાચાર

પાન-મસાલાના પેકીંગ માટે પ્લાસ્ટિક પર પ્રતિબંધઃ

૫ર્યાવરણને અનુરૂપ વિકલ્પો સૂચવાયાઃ એફએસએસએઆઈનું નોટિફિકેશનઃ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૨ એફએસએસએઆઈએ પ્રતિબંધ મુકતા હવે પાન મસાલા પેપર ટિન, પેપર બોર્ડ કે અન્ય પ્રાકૃતિક સ્ત્રોતથી બનેલા મટીરીયલમાં પેક કરી શકાશે. ઉત્પાદન ખર્ચ વધતા પાન મસાલાના ભાવ વધી શકે છે. પ્લાસ્ટિકના વપરાશ ઉપર પ્રતિબંધથી પેકેટની ડિઝાઈન પણ ફેરવવી પડશે.

એફએસએસએઆઈ એ ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ પેકેજિગ સુધારા નિયમનો ૨૦૨૬ સૂચિત કર્યો છે. આ નવા નિયમો તાત્કાલિક અમલમાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે આનાથી પાન મસાલાના ભાવ પર અસર પડી શકે છે.

ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એફએસએસએઆઈ) એ પાન મસાલાના પેકેજિંગ અંગે નવા અને કડક નિયમો ઘડયા છે. નિયમો હેઠળ, પાન મસાલાના પાઉચ પોલિઈથિલિન, પોલીપ્રોપીલિન, પોલિએસ્ટર, પીવીસી અથવા અન્ય કૃત્રિમ પોલિમર, કો-પોલિમર અથવા લેમિનેટથી બનેલા ન હોવા જોઈએ. નવા નિયમો પેકેજિંગમાં એલ્યુમિનિયમ ફોઈલ અને મેટલાઈઝડ સ્તરોનો સમાવેશ કરવા પર પણ પ્રતિબંધ મૂકે છે.

આ પાન મસાલા ઉત્પાદક કંપનીઓથી લઈને રિટેલર્સ અને ગ્રાહકો સુધી દરેકને અસર કરી શકે છે. નવો કાયદો ૧૦ ઓગષ્ટ ૨૦૨૬થી અમલમાં મુકાયો છે.  ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનસ પ્રાધિકરણ (એફએસએસએઆઈ)એ કેન્દ્ર સરકારની મંજૂરી પછી ફૂડ સેફટી એન્ડ સ્ટેન્ડર્ડસ (પેકેજિંગ) રેગ્યુલેશન્સ, ૨૦૧૮માં સુધારો કરીને આ નવો ફૂડ સેફટી એન્ડ સ્ટેન્ડર્ડસ (પેકેજિંગ) એમેન્ડમેન્ટ રેગ્યુલેશન્સ, ૨૦૨૬ જારી કર્યો છે. આ નવા કાયદા હેઠળ પાન-મસાલાના પેકીગ માટે પ્લાસ્ટિક અથવા પ્લાસ્ટિક-લેમિનેટેડ સામગ્રીના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

કાગળ, ટિન કે કાચ જેવી ઈકો-ફ્રેન્ડલી સામગ્રી પ્લાસ્ટિક કરતાં મોંઘી હોવાથી કંપનીઓ માટે ઉત્પાદન ખર્ચ વધશે, જેની સીધી અસર ગ્રાહકોના ખિસ્સા પર પડશે અને પાન-મસાલાના ભાવ વધી શકે છે. આ સિવાય પ્લાસ્ટિક વગર પાન મસાલાની સેલ્ફ-લાઈફ (સાચવણીનો સમય) જાળવવી અને હેરફેર દરમિયાન માલને બગડતો અટકાવવો એ કંપનીઓ માટે મોટો પડકાર બનશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh