Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રાવણ મહિનાને વધાવવા
ખંભાળિયા તા. ૧રઃ ખંભાળિયા શહેર તથા આસપાસના ગ્રામ્ય પંથકમાં આવેલા પ્રાચીન શિવ મંદિરોમાં શ્રાવણ મહિનાને વધાવવા ભાવિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ખંભાળિયા શહેરમાં જામરાવળ (જામનગરના રાજા) એ જામનગર પહેલા ખંભાળિયા તથા ખામનાથ મહાદેવની પૂજા-દર્શન કર્યા હતાં, તે ખામનાથ મહાદેવ તથા ઘી નદીના કાંઠે વર્ષો જુનું રામનાથ મહાદેવ, ગામમાં પાલિકા બગીચા પાસે પ્રાચીન પાળેશ્વર મહાદેવ, શરણેશ્વર મહાદેવ અન્ય પ્રાચીન મંદિરો રામનાથ પાસે ભૂતનાથ મહાદેવ, સુખનાથ મહાદેવ, જડેશ્વર મહાદેવ, ફૂલાનંદ હનુમાન પાસે ફૂલાનંદ મહાદેવ, ભૂવનેશ્વર મહાદેવ વિગેરે જાણીતા શિવ મંદિરો છે.
ઢગલાબંધ મહાદેવનું
સ્થળ મહાદેવ વાડો
ખંભાળિયામાં ઘી નદીના કાંઠાના એક વિસ્તારનું તો નામ જ 'મહાદેવ વાડો' છે. કેમ કે અહીં ૧૦૦/પ૦૦ થી વધુ વર્ષ જુના પ્રાચીન શિવાલયો આવેલા છે. અહીં વિદ્યાશંકર મહાદેવ, સિદ્ધનાથ મહાદેવ, કોટેશ્વર મહાદેવ, ભોળેશ્વર મહાદેવ, નર્મદેશ્વર મહાદેવ, ભીડભંજન મહાદેવ અને કાશી વિશ્વનાથ મહાદેવ તથા હનુમાનજી, શીતલા માતાજી, અન્નપૂર્ણા અને આશાપુરા માતાજીના મંદિરો આવેલા છે તથા શ્રાવણ માસમાં અહીં અનેક શિવાલયોમાં સવા લાખ બિલ્વ પત્ર અભિષેક પૂજા થાય છે.
શ્રાવણ માસમાં આ તમામ પ્રસિદ્ધ શિવ મંદિરોમાં સવારથી ભાવિકો પૂજા કરવા ઉમટે છે તથા મોટાભાગના મંદિરોમાં સાંજે પૂજા-આરતી થાય છે તથા પ્રત્યેક શ્રાવણ સોમવારે તથા વિશિષ્ટ દિવસોમાં ઘીની પૂજા, થાળના કાર્યક્રમો પણ થાય છે.
ખંભળિયામાં રામનાથ, ખામનાથ તથા મહાદેવ વાડાના મંદિરો તથા ગ્રામ્ય મંદિરોમાં તો બ્રાહ્મણો સવારથી જ વહેલા પૂજા-બિલ્વપત્ર અભિષેક માટે ઉમટે છે તથા સવાર-સાંજ ખૂબ જ ભક્તિભાવ સાથેનું વાતાવરણ છવાયેલુ રહે છે.
જો કે આ વખતે ખંભાળિયા તથા જિલ્લામાં વરસાદની ગેરહાજરી હોય, ગ્રામ્ય વિસ્તારમાં વનરાજીવાળા સ્થળો પરના શિવાલયોમાં પ્રકૃતિ વાતાવરણ જોઈએ એટલું નથી પણ લોકોમાં ઉત્સાહ શ્રાવણ માસને વધાવવાનો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial