Advertisement
Author: નોબત સમાચાર

લઘુઉદ્યોગ-ગૃહઉદ્યોગનું ત્રિ-દિવસીય એક્ઝિબિશન કમ સેલનું આયોજન

સુવર્ણકાર મહિલા ઉત્કર્ષ વિભાગ દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. શ્રી જામનગર વિસા શ્રીમાળી સોની સમાજના મહિલા ઉત્કર્ષ વિભાગ દ્વારા તથા સમાજ પ્રમુખ નિતીનભાઈ એચ. વારિયા તથા મહિલા ઉત્કર્ષ વિભાગના મંત્રી રીટાબેન એમ. ઝીંઝુવાડીયાના નેતૃત્વ હેઠળ બહેનોમાં રહેલ કલા-કૌશલ્યને પ્રોત્સાહિત કરવા તા. ૧૪, ૧પ અને ૧૬ ઓગસ્ટ-ર૦ર૬, શુક્ર, શનિ અને રવિવાર સુધી સવારે ૯.૦૦ વાગ્યાથી રાત્રે ૯.૦૦ વાગ્યા સુધી લઘુઉદ્યોગ-ગૃહઉદ્યોગ એક્ઝિબિશન કમ સેલનું આયોજન 'કસરી બાગ',  શ્રી વિસા શ્રીમાળી સોની સમાજની વાડી, દ્વારકાપુરી રોડ, ખંભાળીયા નાકા બહાર, જામનગરમાં કરવામાં આવ્યું છે.

આ એક્ઝિબીશનમાં કીડ્સવેર, હેન્ડલૂમ આઈટમ, લેડીઝ વેર, ગેમ્સ ઝોન, ફૂડ ઝોન, મહેંદી એન્ડ ટેટુ આર્ટસ, હોમ ડેકોર, નેલ આર્ટ, રાખડી તથા શ્રીજીના શ્રૃંગાર વિગેરેનું નિર્દર્શન અને વેચાણ થશે.

જામનગરની જાહેર જનતાને આ એક્ઝિબિશનમાં પધારવા સોની સમાજના મંત્રી કિશોરભાઈ પાટડીયાએ અનુરોધ કરેલ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh