Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહત્ત્વપૂર્ણ બેઠકમાં વિવિધ મુદ્દાની ચર્ચાઃ
જામનગર તા. ૧રઃ હિન્દુ સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે જામનગરમાં પ્રતીક ભટ્ટની વરણી કરવામાં આવી છે.
જામનગરના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર સામેની દયાશંકર બ્રહ્મપુરી વાડીમાં હિન્દુ સેના ગુજરાતની જામનગર શહેર જિલ્લાની સંગઠનલક્ષી અને કાર્યપદ્ધતિ તેમજ સંઘર્ષમય કાર્યો માટેની અગત્યની બેઠક યોજાઈ હતી. શરૂઆતમાં કર્મકાન્ડી ભૂદેવોએ મંત્રોચ્ચાર રજૂ કર્યા હતાં. આ પછી કર્ણાવતિથી આવનારા પ્રદેશ સંગઠન મંત્રી કોમલસિંગ ભદોરિયા, પ્રદેશ લીગલ એડવાઈઝર નિરલ ઝાલા, ધ્રોળના સૌરાષ્ટ્ર પ્રાંતના ઉપપ્રમુખ ગૌરવ મહેતા, લાલપુરના જિલ્લા ઉપપ્રમુખ ગોવિંદભાઈ વસરા દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રોજેક્ટરથી હિન્દુ સેના દ્વારા ગુજરાતમાં કરવામાં આવેલ કામગીરી પ્રસ્તુત કરવામાં આવી હતી. આ સમયે સંઘર્ષ કરનાર સૈનિકોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પછી દિલ્હીથી હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિશ્નુ ગુપ્તાએ લાઈવ થઈને સૈનિકોને માર્ગદર્શન આપ્યું હતું. અને ગુજરાત હિન્દુ સેના અધ્યક્ષ પ્રતિક ભટ્ટને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજ. હિનદુ સેના ઉપાધ્યક્ષ વિનયજીને રાષ્ટ્રીય કારોબારીમાં સામેલ કરાયા હતાં.
હિન્દુ સેના જામનગરના પ્રમુખ દિપક પિલલાઈ, સૌરાષ્ટ્ર મંત્રી મયુર ચંદન, હિન્દુ સેનાના ઉપાધ્યક્ષ લિનમજી અને હિન્દુ સેનાના પરિચય આપ્યો હતો. યુવા અધ્યક્ષ મયુર પટેલને કાર્યક્રમની રૂપરેખા આપી હતી. હિન્દુ સેના ઉપાધ્યક્ષ પ્રતીક ભટ્ટ દ્વારા આગામી તા. ૧પ-૧૧-ર૦ર૬ ના ૧૦ હજાર યુવાનોનું મહાસંમેલન, કતલખાનેથી પાછી લવાતા ગૌવંશ માટે સંભાળ રાખવી અને વર્ષોની પરંપરા અમે બે અને અમારા બે ને તિલાંજલિ આપવ, અને અમે બે અમારા ૪ ને અનુસરવું.
આજે રાષ્ટ્ર માટે લડનારની ફૌજ તૈયાર કરવી જે હિન્દુ સેના પૂરી પાડશે તેવી તૈયારી જાહેર મંચ પરથી સ્વીકારી હતી. અંતમાં આભારવિધિ કોમલસિંગ ભાદોરિયાએ કરી હતી. બેઠકનું સંચાલન ક્રિશા દવેએ કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial