Advertisement
Author: નોબત સમાચાર

પંચેશ્વર ટાવર રોડ પર સ્કૂટરમાં દારૂની નાની મોટી બોટલો લઈ જતાં બે ઝબ્બે

સ્પાના મેનેજર બોટલ સાથે ઝડપાયાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૨: જામનગરના પંચેશ્વર ટાવર રોડ પર ગઈરાત્રે પોલીસે એક સ્કૂટરમાંથી ઈંગ્લીશ દારૂની નાની મોટી નવ બોટલ કબજે કરી છે. બે શખ્સની ધરપકડ કરાઈ છે. જ્યારે પવનચક્કી પાસેથી એક શખ્સ બોટલ સાથે મળી આવ્યો છે અને મોટી ખાવડી ગામમાં સ્પામાં પાડેલા દરોડામાં પોલીસે મેનેજરને બોટલ સાથે દબોચી લીધો છે.

જામનગરના ૫ંચેશ્વર ટાવર રોડ પરથી ગઈરાત્રે પસાર થતાં જીજે-૧૦-ઈઈ ૩૧૦ નંબરના જ્યુપીટર સ્કૂટરને પેટ્રોલિંગમાં રહેલા સિટી એ ડિવિઝનના સ્ટાફે શકના આધારે રોકાવી તેના પર જઈ રહેલા રામેશ્વરનગર વિસ્તારમાં રહેતા દિવ્યરાજ સિંહ એન. પરમાર તથા ઈવા પાર્કમાં વસવાટ કરતા અજય સિંહ મનુભા દેદા નામના શખ્સોની તલાશી લીધી હતી.

આ શખ્સો પાસેથી ઈંગ્લીશ દારૂની પાંચ મોટી બોટલ તથા ચાર ચપલા મળી આવ્યા હતા. પોલીસે દારૂનો જથ્થો, સ્કૂટર, એક મોબાઈલ મળી કુલ રૂ।.૫૭,૭૭૨નો મુદ્દામાલ કબજે કરી ગુન્હો નોંધ્યો છે.

જામનગરના પવનચક્કી રોડ પર આવેલા એક મંદિર પાસેથી ગઈકાલે સાંજે પસાર થતાં મારૂ કંસારા હોલ પાછળ કનૈયા પાર્કમાં રહેતા સુભાષ ભલાભાઈ સોલંકી ઉર્ફે શૈલેષ નામના શખ્સને રોકી પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની બોટલ મળી આવી હતી.

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર મોટી ખાવડી ગામમાં આવેલા રોઝલીના નામના સ્પા સેન્ટરમાં ગઈકાલે સાંજે મેઘપર પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડી તેના મેનેજર મૂળ ગોધરાના તરૂણ કૌશિકભાઈ મિસ્ત્રીની દારૂની એક બોટલ સાથે ધરપકડ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh