Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લાની ગ્રાન્ટેડ શાળાઓમાં ક્લાર્કની ભરતી ક્યારે?

ભરતી કેવી રીતે કરવી તે અંગે સરકાર તરફથી કોઈ સ્પષ્ટતા થઈ નથી!

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૧: તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં ખાલી ક્લાર્કની જગ્યાઓ ભરવા માટે જાહેરાત કરવામાં અવી છે.

વર્ષોથી ક્લાર્કની ભરતી જ ના થઈ હોય, વર્ષો પહેલા નિવૃત્ત થયેલા ક્લાર્કોની ભરતી ના થઈ હોય, ક્લાર્કોનું કામ પણ શિક્ષક કે આચાર્યએ કરવાનું થતું હોય, ક્લાર્કની ભરતી થતા બહુ મોટો ફાયદો થશે. દ્વારકા જિલ્લા સહિત અનેક સ્થળે ક્લાર્કોની જગ્યા ૧૦-૧પ વર્ષથી ખાલી હોય, તેવી પણ અનેક શાળાઓ છે, તો અનેક શાળાઓમાં ત્રણ ક્લાર્કની જગ્યાઓ વચ્ચે માત્ર એક જ ક્લાર્ક વર્ષોથી કામ કરતા હોય તેવી સ્થિતિ સ્થિતિ સર્જાઈ છેે. જો કે ક્લાર્કની જગ્યા ભરવા જાહેરાત કરાઈ છે, પણ કેવી રીતે થશે તેનું માર્ગદર્શન કે પરિપત્ર જાહેર નથી થયો. ટેસ્ટ પરીક્ષા લઈને લેવાય છે કે પછી જુની પદ્ધતિ પ્રમાણે ટ્રસ્ટી મંડળ દ્વારા ભરતી કરવા છૂટ અપાય છે તે પણ હજુ કંઈ સત્તાવાર જાહેર થયું નથી, તો ટેટ બી.એડ. પાસ ઢગલાબંધ ઉમેદવારો પણ ક્લાર્કની જગ્યાઓ પર પણ નોકરી મળે તો કામ કરવા તૈયારી કરવા માંડ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh