Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાંચ સંતાનના પિતા સામે કરાઈ હતી ફરિયાદઃ
જામનગર તા. ૧૨: મોરબી નજીકના મિયાણા ગામમાં રહેતા એક શખ્સે બે વર્ષ પહેલાં ૧૩ વર્ષની સગીરા પર મોરબીમાં એક હોટલ તથા એક મકાનમાં દુષ્કર્મ ગુજાર્યા અંગે પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આ શખ્સને ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આરોપી પાંચ સંતાનનો પિતા હોવાનું ખૂલ્યું હતું.
મોરબી નજીકના માળીયા મિયાણામાં વસવાટ કરતા સલીમ હાજી જામ (ઉ.વ.૩૦) નામના શખ્સે કેટલાક મહિના પહેલાં ૧૩ વર્ષની સગીરાનો ફોન પર સંપર્ક કરી વાતચીતનો સંબંધ કેળવ્યો હતો.
ત્યારપછી પોતે પાંચ સંતાનનો પિતા હોવા છતાં આ શખ્સે તે સગીરાને ફસાવી લઈ મોરબીમાં આવેલા પોતાના ભાભીના ઘરે તેમજ એક હોટલમાં લઈ જઈ આ સગીરા પર દુષ્કર્મ ગુજાર્યાની બે વર્ષ પહેલાં પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.
ઉપરોક્ત કેસ જામનગરની ખાસ પોક્સો અદાલતમાં ચાલી જતાં અદાલતે આરોપીને તક્સીરવાન ઠરાવી પોક્સો એક્ટની કલમ ૪ અને ૬ના ગુન્હામાં ૨૦ વર્ષની સખત કેદની સજા અને અને રૂ।.૨૦ હજારનો દંડ તેમજ કલમ ૮ તથા ૧૨માં ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સરકાર તરફથી પીપી ભારતીબેન વાદી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial