Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે શખ્સે માર મારી ફ્રેક્ચર કર્યું:
જામનગર તા. ૧૨: જામનગરના જોડિયા-ભુંગામાં રહેતા એક યુવાને બાકી પૈસાની ઉઘરાણી કરતા તેને બે શખ્સે માર માર્યાે હતો. ઝાડની ડાળીથી યુવાનને ફટકારવામાં આવતા ફ્રેક્ચર સહિતની ઈજા પામેલા યુવાનને સારવારમાં ખસેડાયો છે.
જામનગરના જોડિયા-ભંુગા વિસ્તારમાં વસવાટ કરતા અજીઝભાઈ હારૂનભાઈ છરેચા નામના પ્રૌઢના પુત્રએ પાણાખાણમાં રહેતા આઝાદ અસગર ખત્રી પાસેથી પૈસા લેવાના બાકી હતા.
તેની ઉઘરાણી કરાતા ગઈકાલે બપોરે ઢીંચડા રોડ પર એક દરગાહ નજીક આઝાદ ખત્રી તથા સાહિલ શબ્બીર સીદી નામના બે શખ્સે ગાળો ભાંડી ઝાડની જાડી ડાળ વડે હુમલો કરી માર માર્યાે હતો. માથા તથા મ્હોં પર ફ્રેક્ચર થઈ જતાં અજીઝભાઈના પુત્રને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજીઝભાઈ છરેચાએ ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial