Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના વિકાસ માટે રૂ।. ૧૦૫ કરોડનો ચેક મુખ્યમંત્રીના હસ્તે સ્વીકારતા મેયર મોનિકાબેન

સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૨: સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત જામનગર શહેરના સર્વાગી વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧૦૫ કરોડની માતબર રકમની ફાળવણી કરવામાં આવી છે.

ગાંધીનગરમાં યોજાયેલા ગઈકાલે યોજાયેલ  સમારોહમાં .મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ ના હસ્તે જામનગર મહાનગરપાલિકાના પદાધિકારી ઓ અને અધિકારી ઓ દ્વારા ચેકનો સ્વીકાર કરવામાં આવ્યો હતો.

આ સમારોહમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્યની અલગ-અલગ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓને કુલ રૂ. ૩૮૫૦ કરોડના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમ દરમિયાન શહેરી વિકાસ મંત્રી  કનુભાઈ દેસાઈ, કૃષિ મંત્રી  જીતુભાઈ વાઘાણી અને શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શનાબેન વાઘેલા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં જામનગર મહાનગરપાલિકા તરફથી મેયર મોનિકાબેન વ્યાસ, ડે.મેયર રાકેશભાઈ ડેર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન  ધીરેનકુમાર મોનાણી, કમિશનર દીપેશ કેડિઆ,  શાસક પક્ષના નેતા  અમરભાઈ મોદી, દંડક પ્રવિણાબેન રૂપડીયા, સિટી ઈજનેર ભાવેશ જાની તથા આસી. કમિશનર ટેક્સ  જીગ્નેશ નિર્મલ દ્વારા  મુખ્યમંત્રીના હસ્તે ચેક સ્વીકાર કરવામાં આવ્યો હતો.

જામનગર મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી  અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરવામા આવ્યો  છે અને *વિકસિત ભારત, વિકસિત ગુજરાત* ના આ વિઝનમાં *વિકસિત અને આધુનિક જામનગર* ના નિર્માણ થકી મોખરાનું યોગદાન આપવા સંપૂર્ણપણે પ્રતિબદ્ધતા વ્યકત કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh