Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હુકમ સામે અપીલમાં પણ થયો પરાજયઃ
જામનગર તા. ૧૨: જામનગરના એક કારખાનેદાર સામે રૂ।.૭,૫૬,૦૧૮ના ચેક પરતની ફરિયાદ કરવામાં આવી હતી. તે કેસ ચાલી જતાં એક વર્ષની કેદ અને ચેકની રકમ મુજબનું વળતર ચૂકવી આપવાનો હુકમ કરાયો હતો. તે હુકમ અપીલમાં પણ યથાવત્ રાખવામાં આવ્યો છે.
જામનગરમાં આનંદ એક્સટ્રુઝન નામની પેઢીવાળા સોહિલ નીતિનભાઈ મોદી ૫ાસેથી ડુ મેટલ્સ નામની પેઢી વાળા પ્રણવ પંકજભાઈ સાવલીયાએ બ્રાસપાર્ટ ખરીદ્યા પછી રૂ।.૭,૫૬,૦૧૮ નો ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત ફર્યાની અદાલતમાં ફરિયાદ કરવામાં આવી હતી.
તે કેસ ચાલી જતાં અદાલતે પ્રણવ પંકજભાઈ સાવલીયાને તક્સીરવાન ઠરાવી એક વર્ષની કેદ તથા ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે હતો. આ હુકમ સામે આરો૫ી પંકજ સાવલીયાએ અપીલ નોંધાવી હતી.
તે અપીલ ચાલી જતાં અદાલતે નીચેની કોર્ટનો હુકમ યથાવત્ રાખ્યો હતો. ફરિયાદી તરફે વકીલ એમ. એચ. ઉનડદલ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial