Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રણ શખ્સ ગંજીપાના કૂટતા ઝડપાયાઃ
જામનગર તા. ૧૨: જામનગરની મંગલધામ સોસાયટીમાં ગઈકાલે સાંજે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા ૯ મહિલાને પોલીસે પકડી પાડયા હતા. જ્યારે ત્રણ શખ્સ અન્ય સ્થળેથી તીનપત્તી રમતા પકડાઈ ગયા હતા.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી મંગલધામ સોસાયટીમાં ગઈકાલે સાંજે જુગાર રમાતો હોવાની બાતમી સિટી એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે ત્યાં આવેલા મોબાઈલ ટાવર નજીક શેરી નં. ૪ના ખુણા પર દરોડો પાડયો હતો.
આ સ્થળે ગંજીપાનાથી જાહેરમાં જુગાર રમતા સોેઢા જનકબા દીપસિંહ, ચંદનબેન કિશોરભાઈ ચાંદ્રા, ગીતાબેન કિશોરભાઈ ચાંદ્રા, રિદ્ધિબેન ભરતભાઈ ચોવટીયા ઉર્ફે રાની કુમારી, મંજુબેન જેેન્તિભાઈ હરવરા, રમાબેન અરવિંદભાઈ ગુજરાતી, ભાવનાબેન જગદીશભાઈ વસીયર, મનીષાબેન સુરેશભાઈ ચાંદ્રા, રવિતાબેન દીલીપભાઈ પ્રસાદ નામના નવ મહિલા મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૂ।. ૧૫૬૯૦ રોકડા કબજે કર્યા છે.
જામનગર મહાનગર પાલિકામાં નોકરી કરતા અને શંકર ટેકરી પાસે વલ્લભનગર માં રહેતા હિતેશભાઈ ગોવિંદભાઈ મકવાણા તથા ૫૮ દિ.પ્લોટમાં રહેતા પૃથ્વીરાજસિંહ પ્રવીણસિંહ જાડેજા, ૪૫ દિ.પ્લોટમાં રહેતા કિશનભાઈ તુલસીભાઈ પરમાર નામના ત્રણ વ્યક્તિ જાહેરમાં ગંજીપાનાથી જુગાર રમતા પકડાઈ ગયા છે. પટમાંથી રૂ।. ૭૫૦૦ કબજે કરવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial