Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાના ભીમપરા પાસે સર્જાયેલા મોટર અકસ્માતની પોલીસમાં થઈ રાવ

ગઈકાલે બે યુવકના નિપજ્યા હતા મૃત્યુ, બેને ઈજાઃ

જામનગર તા.૭ ઃ દ્વારકાના ભીમપરા પાસે ગઈકાલે સવારે એક મોટર ગોથું મારી જતાં રાજકોટના બે યુવાનોના મૃત્યુ નિપજ્યા હતા અને બેને ઈજા થઈ હતી. મૃતક ડ્રાઈવર સામે પોલીસે અકસ્માત સર્જવા અંગે ગુન્હો નોંધ્યો છે.

દ્વારકા તાલુકાના ભીમ૫રા ગામ પાસેથી ગઈકાલે સવારે દોડી જતી જીજે-૧૬-એપી ૮૯૬૭ નંબરની મોટર, તેના ચાલક રાજકોટના નહેરૃનગરમાં રહેતા લાલા રણછોડભાઈ ઉર્ફે મુન્ના બાંબાના કાબૂ બહાર જઈ ગોથું મારી ગઈ હતી.

આ અકસ્માતમાં મોટર ચાલક લાલાભાઈ તથા હરેશ ગંગારામભાઈ મંગલાણીના ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે સાથે રહેલા સાગર મુળજીભાઈ સોલંકી, અજય તારાચંદ મંગલાણીને ઈજા થઈ હતી.

ઉપરોક્ત અકસ્માત અંંગે રાજકોટના કાનાભાઈ છેલાભાઈ બાંબાએ દ્વારકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે મોટરના ચાલક લાલાભાઈ સામે ગુન્હો નોંધ્યો છે. આ મોટરમાં રાજકોટના ચારેય યુવાનો દ્વારકા દર્શનાર્થે આવ્યા હતા અને ત્યાંથી પરત ફરતી વખતે ભીમપરા પાસે મોટરે ગોથું માર્યું હતું. જેમાં બે યુવાનોએ જિંદગી ગૂમાવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh