Advertisement
Author: નોબત સમાચાર

જામખંભાળીયામાં એકસો વર્ષથી જુની હોળીઓમાં હોલિકા દહનના કાર્યક્રમો યોજાયા

ખંભાળીયા તા. ૭ઃ ખંભાળીયામાં ગગવાણીફળી વિસ્તારમાં ૧૦૦ થી વધુ વર્ષો જુની રાજાશાહી સમયમાં પણ જે હોળીઓમાં ભવ્ય રીતે ઉજવણી દહન થતું ત્યાં આ વખતે પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાવિકો તથા સ્થાનિક વાસીઓએ હોલિકાદહન કર્યું હતું.

ખંભાળીયા ગગવાણી ફળી ચોકમાં વિશાળ મોટી હોળી તથા નાની હોળી (ડાકણ) શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે પ્રગટાવાઈ હતી જેમાં અગ્રણીઓ યોગેશભાઈ આચાર્ય, નીતિનભાઈ ગણાત્રા, સુરેશભાઈ દત્તાણી, દિલીપભાઈ કછટીયા, સંજયભાઈ દત્તાણી, રામભાઈ કછટીયા, નીતિનભાઈ આચાર્ય, ભીખુભાઈ દરજી, કમલેશભાઈ જોશી, આશુતોષભાઈ જોશી, હિતેશભાઈ જોશી, નરેશભાઈ કંસારા જોડાયા હતાં. આ હોડી વર્ષો પહેલા વિઠ્ઠલદાસ માધવજી આચાર્ય, ગગુ દત્તાણીવાળા ગિરધરભાઈ દત્તાણી, ઈશ્વરભાઈ લોહાણા, લખુભાઈ કલ્યાણજી સતવારા, કાકુભાઈ ગણાત્રા, ધનુભાઈ કંસારા, વીરજીભાઈ કંસારા દ્વારા બનાવાતી હતી.

ગગવાણી ફળીથી શરણેશ્વર મંદિર જતાં રસ્તા પર પણ ૧૦૦ વર્ષથી પણ વધુ સમયથી જુની હોલીકા દહન પણ ખૂબ ઉત્સાહપૂર્વક કરવામાં આવ્યું હતું. બાલુભાઈ નાનજી હસ્તે તથા આગેવાનો દ્વારા વર્ષો પહેલા આ હોળી શરૃ કરવામાં આવી હતી તથા બન્ને સ્થળે કલાત્મક શણગાર હનુમાનજીનો પણ કરવામાં આવ્યો હતો. હિતેશભાઈ હર્ષ, સુદીપભાઈ, હર્ષ, સાગર મોદી, હિતેશ કછટીયા, વિમલ ઠક્કર, બન્ટીભાઈ વગેરે જોડાયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh