Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજકીય, સામાજિક અગ્રણીઓ, સ્ટાફ મિત્રો, પત્રકારોએ આપી શુભેચ્છાઓઃ
જામનગર તા. ૭ઃ જામનગરમાં રેલવેના કર્મચારીનો વય નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં રાજકીય, સામાજિક આગેવાનો, સ્ટાફ દ્વારા શુભેચ્છાઓ પાઠવાઈ હતી.
પશ્ચિમ રેલવ ના રાજકોટ ડીવીઝનમાં ૪૧ વર્ષ સફળતા પૂર્વક ફરજ બજાવી નિવૃત્ત થયેલા રમણીકભાઈ બારડ ના નિવૃત્તિ સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર કોમર્શિયલ ડીપાર્ટમેન્ટ, વેસ્ટર્ન રેલવે એમ્પ્લોયઝ યુનિયન રાજકોટ ડીવીઝન દ્વારા નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયા બાદ જામનગર ખાતે રમણીકભાઈ બારડ પરિવાર દ્વારા રીટાયરમેન્ટ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.
રેલવમાં રીઝર્વેશન સુપરવાઈઝર તરીકે ફરજ બજાવી તા.૩૧/૦૧/૨૦૨૩ ના રોજ રમણીકભાઈ બારડ સેવા નિવૃત્ત થયા હતા.તેઓએ રેલવમાં ૪૧ વર્ષ સફળતા પૂર્વક ફરજ બજાવી હતી. તેઓ વેસ્ટર્ન રેલવ એમ્પ્લોયઝ યુનિયનના જામનગર બ્રાંચના ચેરમેન તેમજ વેસ્ટર્ન રેલવે એમ્પ્લોયઝ યુનિયન રાજકોટ ડિવિઝનના વાઈસ ચેરમેન તરીકે પણ ફરજ બજાવતા હતા. તેમજ સામાજિક ક્ષેત્રે હાલમાં સમસ્ત ખવાસ જ્ઞાતિ મધ્યસ્થ મંડળના મંત્રી, શિક્ષણ સમિતિના ચેરમેન તેમજ ચૌહાણ ફળી ખવાસ જ્ઞાતિના ઉપપ્રમુખ તરીકે પણ સેવા આપી રહ્યા છે.
જામનગરમાં તારીખ ૩ ફેબ્રુઆરીના રમણીકભાઈ બારડ પરિવાર દ્વારા રીટાયરમેન્ટ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વામીનારાયણ સંપ્રદાયના ચત્રભુજદાસ સ્વામી, જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજા, જામનગર દક્ષીણના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મેયર બીનાબેન કોઠારી, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, શહેર ભાજપ મહામંત્રી પ્રકાશભાઈ બાંભણીયા, વિજયસિંહ જેઠવા, જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, શહેર ભાજપ મીડિયા સેલ ઇન્ચાર્જ ભાર્ગવભાઈ ઠાકર, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ નીલેશભાઈ ઉદાણી, વેસ્ટર્ન રેલવ એમ્પ્લોયઝ યુનિયનના મહામંત્રી ભોસલેજી, વેસ્ટર્ન રેલવ એમ્પ્લોયઝ યુનિયનના ડિવિઝનલ સેક્રેટરી નિખીલભાઈ જોશી, કોર્પોરેટરો નીલેશભાઈ કગથરા, પાર્થભાઈ જેઠવા, ધીરેનભાઈ મોનાણી, જામનગર પત્રકાર મંડળના મંત્રી કીંજલભાઈ કારસરિયા, ઉપપ્રમુખ ધર્મેશ રાવલ, સમસ્ત ખવાસ જ્ઞાતિ મધ્યસ્થ મંડળના પ્રમુખ દિલીપભાઈ ચૌહાણ, તળાવફળી ખવાસ જ્ઞાતિના પ્રમુખ મહેશભાઈ ચૌહાણ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન આકાશ બારડ તથા વસંત ગોરી, પૂર્વ મેયર હસમુખભાઈ જેઠવા, પૂર્વ કોર્પોરેટર કમલેશભાઈ સોઢા, પૂર્વ સ્ટે. કમિટી ચેરમેન કમલાસિંગ રાજપૂત, ભાજપ અગ્રણી નીતિનભાઈ માડમ, સનશાઈન સ્કુલના કાસુન્દ્રા , ખબર ગુજરાતના નિવાસી તંત્રી નૈમિષભાઈ મહેતા, જયહિન્દના બ્યુરો ચીફ ભરતભાઈ રાવલ, સાંજ સમાચારના બ્યુરોચીફ ડોલરભાઈ રાવલ, પત્રકાર પરેશભાઈ શારડા, સંજયભાઈ જાની, સોરઠીયા રાજપૂત સમાજ રાજકોટના પ્રમુખ વિજયભાઈ ચૌહાણ, શુભલક્ષ્મી ગ્રુપના મનોજભાઈ પરમાર, જામનગરના તબીબ ડો. દીપક ભગદે , અગ્રણી નીરજભાઈ દત્તાણી, દિનેશભાઈ મારફતિયા, જયેશભાઈ મારફતિયા, મનસુખભાઈ ચૌહાણ, પ્રેસ ફોટોગ્રાફર અનિલભાઈ ગોહિલ, જયેશભાઈ ધોળકિયા, રાકેશભાઈ ચુડાસમા, ઈસ્માઈલ શેખ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સાંસદ પૂનમબેન માડમ તેમજ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા શુભેરછા સંદેશો પાઠવવામાં આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag