Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુરજકરાડીમાં ટ્રકે બાઈકને લીધુ હડફેટેઃ
જામનગર તા.૭ ઃ જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાંથી સપ્તાહ પહેલા ચાલ્યા જતાં એક પ્રૌઢને બાઈકે ટક્કર મારી અકસ્માત સર્જયો હતો. જ્યારે ત્રણ સપ્તાહ પહેલા સુરજકરાડીના એક બાઈકચાલકને ટ્રકે ઠોકર મારી ફ્રેક્ચર કરી નાખ્યું હતું. બંને અકસ્માતની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
જામનગરના જાગૃતિનગર વિસ્તારમાં વાણંદ સમાજની વાડી પાછળ વસવાટ કરતા સુબોધભાઈ બચુભાઈ બારોટ (ઉ.વ.૫૪) નામના પ્રૌઢ ગઈ તા.૨૮ની સાંજે ખોડિયાર કોલોની મેઈન રોડ પરથી ચાલીને જતાં હતા.
આ વેળાએ જીજે-૧૦-બીઈ ૩૩૫૦ નંબરના ફૂલ સ્પીડમાં ધસી આવેલા મોટરસાયકલે તેઓને હડફેટે લીધા હતા. રોડ પર પછડાયેલા આ પ્રૌઢને માથા તથા પગમાં ગંભીર ઈજા થઈ છે. પોલીસે સુબોધભાઈની ફરિયાદ પરથી બાઈકચાલક સામે ગુન્હો નોંધ્યો છે.
ઓખામંડળના સુરજ કરાડીમાં રહેતા નરેન્દ્રભાઈ સામતભાઈ પરમાર નામના પ્રૌઢ ગઈ તા.૧૨ની સાંજે પોતાના બાઈકમાં સુરજકરાડીમાંથી જતાં હતા ત્યારે જીજે-૩૭-જે ૯૫૮૩ નંબરના ટ્રકના ચાલકે તેઓને હડફેટે લેતાં પગમાં ફ્રેકચર સહિતની ઈજા પામેલા નરેન્દ્રભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. તેઓએ અકસ્માત સર્જી નાસી ગયેલા ટ્રકચાલક સામે ફરિયાદ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag