Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હજુ પણ વરસાદની આગાહી છે ઃ હુતાશણીની ઉજવણીમાં પડયું વિઘ્ન
અમદાવાદ તા. ૭ઃ ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસી રહેલા વરસાદે કહેર વરતાવ્યો છે. હુતાશણીની ઉજવણી બગાડી છે, તો ચાર જિંદગી પણ હોમાઈ ગઈ છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બર્ન્સને કારણે ગુજરાતમાં ભર ઉનાળે હોળી ટાણે જ ભારે પવન સાથે વરસાદ અને કરા પડી રહ્યા છે. સોમવારે અમદાવાદ, ભરૃચ, નર્મદા, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ઠેર-ઠેર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદના ઝાપટાં પડી ગયા. કેટલાક સ્થળે કરા પડ્યાના પણ અહેવાલ છે.
જ્યારે ઘણાં સ્થળે હજુ બે દિવસ આવી પરિસ્થિતિ રહેવાની હવામાન ખાતાની આગાહી છે. તો વરસાદ અને ભારે પવનને કારણે રાજ્યમાં બે મહિલાના મોત નિપજ્યાં. જંબુસરમાં વૃક્ષ ધરાશાયી થતાં અને હિમ્મતનગરમાં વીજ થાંભલો પડી જવાથી મહિલાઓ મૃત્યુ પામી. આથી ચાર લોકોનો ભોગ લેવાયો છે.
માવઠાથી કેરીના પાક ઉપર માઠી અસર કમોસમી વરસાદને કારણે પાકને નુકસાનની ભીતિથી ખેડૂતો ચિંતિત થઈ રહ્યા છે. ઉત્તર ગુજરાતમાં વાવાઝોડા સાથે માવઠું, છેલ્લા ૧૩ વર્ષમાં માર્ચમાં ચોથી વખત માવઠું, આગામી ૧પ્ મી સુધી હજુ વાદળછાયું રહી શકે છે. દક્ષિણ ગુજરાતમાં પણ સુરત અને નવસારીમાં માવઠાથી કેરીના પાક ઉપર માઠી અસર થઈ છે. સુરતમાં બે વર્ષ પછી માર્ચમાં તોફાની વરસાદ ખાબકતા ૮ વૃક્ષ ધારાશાયી થયા. ૬૦ થી ૮૦ કિમી ઝડપે પવન ફૂંકાયો હતો.
ઉત્તર ગુજરાતમાં વાવાઝોડા સાથે માવઠું ભરૃચ અને નર્મદા જિલ્લાવાસીઓ હોળી પર્વની ઉજવણીની તૈયારીઓ કરી રહ્યાં હતાં. તેવામાં સોમવારે બપોરના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને રપ કિમીની ઝડપે ફુંકાયેલા વાવાઝોડાએ અડધો કલાકમાં તબાહી મચાવી દીધી હતી. જંબુસરના પિશાદ મહાદેવ મંદિર પાસે લીમડાનું વૃક્ષ તુટીને બાજુના ઘર પડતાં આંગણામાં બેઠેલી મહિલાનું મોત નિપજ્યું હતું જ્યારે બે બાળકોને ઈજા પહોંચી હતી.
વલસાડ, નવસારી, ડાંગ, નર્મદા અને સુરતમાં સામાન્ય વરસાદ થવાથી સંભાવના છે, જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા પણ વરસાદ પડશે. વેસ્ટર્ન્સ અને એક સિસ્ટમ બનવાને કારણે વરસાદી માહોલ છવાયો છે. હાલમાં ભુજમાં ૩૮.૪ ડિગ્રી તાપમાન, અમદાવાદમાં ૩૬.૪ ડિગ્રી અને ગાંધીનગરમાં ૩૭ ડિગ્રી તાપમાન છે. જે ૯ માર્ચ બાદ ત્રણ ડિગ્રી જેટલું તાપમાન વધી શકે છે. એપ્રિલમાં વરસાદને લઈને ફોરકાસ્ટ થશે. માર્ચ એપ્રિલ મહિનામાં પ્રિમોન્સુન એકટિવિટી સક્રિય થતાં વરસાદ સાથે હેલસ્ટ્રોમ થવાની પણ શકયતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સિસ્ટમ સક્રિય થતા વરસાદ પડી શકે છે.
ભાવનગર શહેર અને જિલ્લામાં મોટા ભાગના વિસ્તારોમાં સતત બીજા દિવસે સાંજના સમયે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે તોફાની પવન ફૂંકાયા બાદ માવઠું વરસ્યું હતું.
નર્મદા પરિક્રમા ચાલી રહી છે ત્યારે પરિક્રમાવાસીઓ કતપોરથી નાવડીમાં બેસી સામે કિનારે મીઠીતલાઈ આશ્રમ પહોંચતા હોય છે. વાવાઝોડાના કારણે બોટ સેવા બંધ કરી દેવામાં આવી છે. અધવચ્ચેથી બોટોને પાછી કિનારે બોલાવી લેવામાં આવી હતી. વાતાવરણ અનુકૂળ થયા બાદ હોડીઘાટ શરૃ કરાશે તેમ ઘાટ સંચાલકોએ જણાવ્યું હતું.
જ્યારે દાહોદમાં ફતેહપુરા સહિત રાજ્યમાં ઘણાં સ્થળે ભારે વરસાદમાં હોળીની પૂજા કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag