Advertisement
Author: નોબત સમાચાર

નાગાલેન્ડ-મેઘાલયમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આજે નવા મુખ્યમંત્રીઓનો શપથવિધિ

આવતીકાલે ત્રિપુરામાં માણિક સાહાની શપથવિધિમાં પણ રહેશે ઉપસ્થિત

કોહિમા તા. ૭ ઃ નાગાલેન્ડ અને મેઘાલયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આજે અને ત્રિપુરામાં આવતીકાલે શપથવિધિ યોજાશે.

પૂર્વોત્તરના બે રાજ્યો નાગાલેન્ડ અને મેઘાલયમાં આજે શપથ ગ્રહણ સમારોહ  યોજાશે. એનડીપીપીના નેફિયુ રિયો અને એનપીપીના કોનરાડ સંગમા નાગાલેન્ડ અને મેઘાલયના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.

પીએમ નરેન્દ્ર મોદી પૂર્વોત્તરના ત્રણ રાજ્યોના પ્રવાસે આજે નાગાલેન્ડની રાજધાની કોહિમા પહોંચશે. તેઓ અહીં નાગાલેન્ડ અને મેઘાલયની નવી રચાયેલી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. નાગાલેન્ડમાં એનડીપીપીના નેફિયુ રિયોના નેતૃત્વમાં અને મેઘાલયમાં એનપીપીના નેતા કોનરાડ સંગમાના નેતૃત્વમાં સરકાર રચાશે. પીએમ આજે ત્રિપુરાની રાજધાની અગરતલા પહોંચશે. નાગાલેન્ડમાં આ વખતની વિધાનસભા ચૂંટણીમાં એનડીપીપી અને બીજેપી ગઠબંધનએ કમબેક કર્યું છે. વડાપ્રધાન નહીં નિફિયુ રિયોની સરકારના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. આ પછી પીએમ મોદી મેઘાલયમાં એનપીપી સાથે બીજેપી ગઠબંધનના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેશે.

માણિક સાહાને ત્રિપુરાના મુખ્યમંત્રી તરીકે બીજી ટર્મ મળી છે. ગઈકાલે મળેલી બીજેપી વિદ્યાયક દળની બેઠકમાં તેમના નામ પર સર્વસંમતિ અપાઈ હતી. સાહા આવતીકાલે સીએમ તરીકે શપથ લેશે. આ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદી પણ હાજર રહેશે. સાહા ગઈકાલે સાંજે રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યને મળ્યા હતા અને ત્રિપુરામાં સરકાર બનાવવાનો દાવો કર્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh