Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં રેલવે હસ્તકની જમીન મનપા દ્વારા વિકસાવવા અંગે કર્યો પરામર્શઃ સમીક્ષા બેઠક યોજી

રેલવે જંકશનમાં ચર્ચા-વિચારણા સાથે રિ-ડેવલપમેન્ટ પ્લાન્ટનું કર્યું નિરીક્ષણ

જામનગર તા. ૭ઃ કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશે જામનગર રેલવે જંકશન પર અધિકારીઓ તથા પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.

કેન્દ્ર સરકારના રેલવે અને કાપડ મંત્રાલયના રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ જામનગર જિલ્લાના પ્રવાસે પહોંચ્યા છે, ત્યારે તેઓએ જામનગર રેલવે જંકશનની મુલાકાત લીધી હતી અને રેલવેને લગતાં પ્રશ્નો અને રજુઆતો અંગે જામનગર મહાનગરપાલિકા તથા રેલવે વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.

બેઠકમાં મંત્રીએ હસ્તકની જમીન જામનગર મહાનગર પાલિકાના માધ્યમથી વિકસિત કરવા, પાણીના નિકાલ માટે અંડર પાસનું નિર્માણ કરવા તેમજ રેલવે ફાટક અંગેની મંજુરી વગેરે બાબતે ઉપસ્થિત અધિકારીઓ તથા પદાધિકારીઓ   સાથે ચર્ચા કરી હતી. તેમજ જામનગર રેલવે જંકશનના રી-ડેવલપમેન્ટ અંગેનો પ્લાન નિહાળી જરૃરી માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષભાઈ કટારીયા, રાજકોટ ડી.આર. એમ. અનિલ જૈન, ભાવનગર ડી.આર. એમ. મનોજ ગોયલ, ઈ.નાયબ કમિશનર ભાવેશ જાની, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, શ્યામલ કુમાર, એમ.એલ. પુરોહિત, સુનિલ મિણા વિગેરે અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

ભારત સરકારના રેલવે અને કાપડ મંત્રાલયના રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ સમીક્ષાર્થે જામનગર રેલવે જંકશન પહોંચ્યા હતાં. જ્યાં તેઓએ રેલવે પ્લેટફોર્મ પર ભારત સરકારના સહયોગથી કાર્યરત બાંધણી વેંચાણ કેન્દ્રની મુલાકાત લીધી હતી, અને ઉત્પાદક પાસેથી બાંધણી વિશેની તલસ્પર્શી વિગતો મેળવી હતી. જી.આઈ. ટેગીંગ જામનગરની બાંધણી વૈશ્વિક સ્તરે પહોંચે અને લોકોમાં વધુમાં વધુ પસંદગી પામે તે માટે સરકાર દ્વારા હાથ ધરાઈ રહેલ પ્રયાસો અને યોજનાઓ વિશે ઉપસ્થિત સૌને મંત્રીશ્રીએ આ તકે માહિતગાર કર્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh