Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચાંદીની પીચકારીમાં કેસૂડાના રંગ સાથે
ઓખા તા. ૭ઃ આવતીકાલે ધૂળેટી પર્વે ભગવાન દ્વારકાધીશના નિવાસ સ્થાન ગણાતા બેટદ્વારકામાં ફૂલડોલ ઉત્સવ ઉજવાશે. હિન્દુ ધર્મમાં ફાગણ માસના પવિત્ર તહેવાર ગણાતા હોળી તથા ફૂલડોલ ઉત્સવની બેટદ્વારકાધીશ જગત મંદિરમાં દર વર્ષની જેમ પારંપરિક ધાર્મિક રીત-રસમ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. હોળી મહોત્સવ પછી આવતીકાલ તા. ૮ માર્ચના તિથી મુજબ બેટદ્વારકાધીશ જગત મંદિરમાં આ ઉત્સવ ઉજવાશે. બેટદ્વારકાધીશ મંદિરમાં આ ઉત્સવને ડોલોત્સવ કહેવામાં આવે છે. તા. ૮ મીએ બુધવારે સવારે ૧૧ઃ૩૦ થી બપોરે ૧ર વાગ્યા સુધી ઠાકોરજીના ડોલોત્સવના દર્શન યોજાનાર છે. જેમાં દ્વારકાધીશના ચલ સ્વરૃપ શ્રી ગોપાલજીને મધ્યાહનભોગ અર્પણ કાયા પછી ડોલોત્સવ માટે ઝુલામાં પધરાવી ચાંદીની પીચકારીમાં કેસૂડો ભરી ઠાકોરજી સંગ ઉપસ્થિત દર્શનાર્થીઓનો સંગ મંદિરના મુખ્યાજીઓ દ્વારા અબીલ ગુલાલ સાથે ડોલોત્સવ રમી પારંપારિક રીતે ઉજવણી કરાય છે.
ઠાકોરજીને રાજભોગ ધરાવાય છે જેને ફગવા ભોગ પણ કહેવામાં આવે છે. બૂધવારે દ્વિતીય પાટોત્સવની પણ ઉજવણી કરાશે. દ્વારકાની જેમ બેટદ્વારકાધીશ મંદિરમાં પણ હોળી ઉત્સવની ઉજવણી કરવા યાત્રીકોનો માનવ મહેરામણ બેટ દ્વારકાધીશ મંદિર તરફ ફંટોયો હોય તંત્ર દ્વારા ચૂસ્ત બંદોબસ્ત રાખવામાં આવેલ છે.
૪૬ર વર્ષથી ઉજવાય છે ડોલોત્સવ
હાલમાં જે જગ્યાએ ભગવાન દ્વારકાધીશ બિરાજે છે તે સ્થળે સંવત ૧૬૧૭માં જામનગરના રાજા જામરાવળજીએ મંદિરો સિદ્ધ કરાવ્યા હતાં અને પ્રભુ બિરાજમાન થયા હતાં. ત્યારથી આજદિન સુધી દર વર્ષે એટલે કે છેલ્લા ૪૬ર વર્ષથી અહીં ભાવિકોની ઉપસ્થિતિમાં ઠાકોરજી સંગ ડોલોત્સવની ઉજવણી કરવામાં આવે છે.
રંગે રંગાશે ઠાકોરજીઃ ગામ ઉજવશે ધૂળેટી
આવતીકાલે બેટદ્વારકાધીશ મંદિરમાં તિથિ અનુસાર ધાર્મિક ઉત્સવોની ઉજવણી થતી હોવાથી આ વખતે ૬ મી માર્ચના હોળી પછી ૮ મી માર્ચના દ્વારકાધીશ મંદિરમાં ડોલોત્સવની ઉજવણી થનાર હોય, બેટના ગ્રામજનો બુધવારે જ ધૂળેટી મનાવશે જ્યારે ઠાકોરજીના મંદિરમાં પણ બુધવારે ડોલોત્સવની ઉજવણી થનાર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag