Advertisement
Author: નોબત સમાચાર

ખીજડા મંદિરે રાજભોગ અન્નકૂટ દર્શન

કૃષ્ણપ્રણામી ધર્મની આદ્યાપીઠ શ્રી ૫ નવતનપુરી ધામ

જામનગર તા. ૭ઃ જામનગરમાં હોળી-ધૂળેટી નિમિત્તે કૃષ્ણ પ્રણામી ધર્મની આદ્યપીઠ શ્રી ૫ નવતનપુરી ધામ ખીજડા મંદિરમાં અન્નકૂટનું ખાસ આયોજન કરાયું છે. જામનગરમાં આવેલા પ્રણામી ધર્મના આચાર્યપીઠ શ્રી પ નવતનપુરી ધામ ખીજડા મંદિરે પ્રતિવર્ષ મુજબ આ વર્ષે પણ મંગળવારે સવારથી જ ફાગણી પૂર્ણિમા નિમિત્તે અન્નકૂટ-રાજભોગ ભગવાન શ્રી રાજ શ્યામજીને અર્પણ કરાયો છે. સવારથી જ મહિલા મંડળ અને ભાવિકોએ જુદા-જુદા ડ્રાયફૂટ અને વિવિધ વાનગીઓનો ૧૦૮ રાજભોગ અન્નકૂટનો થાળ ધરાવ્યો છે. આ અન્નકૂટના સવારથી જ દર્શન કરી ભાવિકો ધન્ય બની રહ્યા છે. આ પાવન પ્રસંગે કૃષ્ણ પ્રણામી ધર્મના ધર્માચાર્ય ૧૦૮ શ્રી કૃષ્ણમણીજી મહારાજ દ્વારા હોળી તેમજ ધૂળેટીના પર્વની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh