Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના એક આસામીને લોનવાળું મકાન પધરાવી બે શખ્સે આચરી છેતરપિંડી

ખરીદેલા મકાન પર રૃા.પપ લાખની બાકી નીકળી લોન!

જામનગર તા.૭ ઃ જામનગરના એક આસામીને ત્રણ વર્ષ પહેલા સોહમનગરમાં એક મકાન ખરીદ્યું હતું. તે મકાન પર તેને વેચનાર આસામીએ રૃા.૫૫ લાખ ઉપરાંતની લોન મેળવી હતી પરંતુ તે બાબત છૂપાવી મકાન વેચી નખાતા હાલના ખરીદનારે મકાન વેચનાર અને તેને મકાન વેચનાર બંને સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે પૂર્વયોજિત કાવતરા સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે.

જામનગરના પાણાખાણ વિસ્તારમાં મયુરનગર પાસે પ્રજાપતિની વાડી નજીક વસવાટ કરતા ભગવતસિંહ ઉમેદસિંહ જાડેજા નામના આસામીએ ફેબ્રુઆરી ૨૦૨૦માં ઈન્દિરા માર્ગ પર આવેલા સોહમનગરમાં રે.સ.નં.૧૪૫૮માં એક પ્લોટ ખરીદ્યો હતો.

આ પ્લોટ તેઓએ કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામના ભાવેશ રામજીભાઈ સચદેવ પાસેથી ખરીદ્યો હતો અને તેનો દસ્તાવેજ પણ કરી આપવામાં આવ્યો હતો. તે પછી ભગવતસિંહને જાણ થઈ હતી કે, જામનગરના ગોકુલનગરની રાજ રાજેશ્વરી સોસાયટીવાળા નિલેશ માધવજીભાઈ પરમાર નામના શખ્સે પોતાના મિત્ર નંદાણા ગામના ભાવેશ રામજીભાઈ સચદેવના નામે તે મકાન પર બેંક ઓફ બરોડામાં રૃા.૫૫,૧૦,૧૦૭ની રકમ લોન પેટે મેળવી તેની સામે આ મકાન મોરગેજ (ગિરવે) મૂક્યું હતું. તે પછી લોન ભરપાઈ કર્યા વગર વર્ષ ૨૦૨૦માં જ નિલેશે તે મકાન ભાવેશને દસ્તાવેજથી વેચી નાખ્યું હતું.

તે દસ્તાવેજ તા.૧૯-૨-૨૦ના દિને થયા પછી આઠ જ દિવસમાં ભાવેશે વેચાણ દસ્તાવેજમાં લોનનો ઉલ્લેખ કર્યા વગર જ તે મકાન વેચાણ દસ્તાવેજથી ભગવતસિંહને આપી દીધુ હતું. આવી રીતે બંને શખ્સોએ બેંક પાસેથી લીધેલી લોનની બાબત છૂપાવી તે મકાનનો દસ્તાવેજ કરી આપી છેતરપિંડી-વિશ્વાસઘાત કરતા ભગવતસિંહે સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૧૨૦ (બી), ૪૦૬, ૪૨૦, ૪૨૩ હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૃ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh