Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જી.જી. હોસ્પિટલને તેની બ્રાન્ચ સમી નિર્માણાધિન મીની સરકારી હોસ્પિટલ સાથે જોડવાનું સૂચન
કેન્દ્રના કાપડ અને રેલવે વિભાગના રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ જામનગરની મુલાકાતે આવ્યા અને જામનગર રેલવે સ્ટેશનને અદ્યતન બનાવવા તથા શહેરમાં જ્યાં જરૃર હોય ત્યાં અંડરપાસ બનાવવાની ચર્ચા કરી ને સાંજે ચેમ્બર ઓફ કોમર્સમાં બેઠક યોજીને જામનગરની પ્રખ્યાત બાંધણીના ફરીથી વૈશ્વિકકક્ષાએ વધુ વિસ્તરણ અને વ્યાપ વધારવાની નેમ પણ વ્યકત કરી આ સમયે ઉપસ્થિત નેતાઓ-અધિકારીઓએ કેટલાક ફીડબેક આપ્યા તો કેટલાક સૂચનો પણ કર્યા. આ સાથે જ જામનગરમાં કેટલાક રેલવે અંડરપાસ તથા ઓવરબ્રીજની ચર્ચા શરૃ થઈ ગઈ.
જામનગરમાં ઢીંચડા-યાદવનગર તરફ વધી રહેલી વસ્તીને ધ્યાને લઈને મહાનગરપાલિકાએ રવિપાર્ક ટાઉનશીપની સામેના વિસ્તારમાં મીની હોસ્પિટલનું કામ શરૃ કર્યું છે અને આ હોસ્પિટલને મેડિકલ કોલેજ સાથે જોડીને જી.જી. હોસ્પિટલની બ્રાન્ચ બનાવવાનું આયોજન પણ થયું છે. ત્યારે જી.જી. હોસ્પિટલને આ મીની સરકારી હોસ્પિટલ સાથે જોડવા માટે રવિપાર્ક ટાઉનશીપની પાછળના ભાગેથી પસાર થતી રેલવે લાઈન પર નાનકડો ઓવરબ્રીજ કે અન્ડરબ્રીજ બનાવવાની જરૃર હોવાની ચર્ચા પણ શહેરમાં થઈ રહી છે.
સરૃ સેકશન રોડને સીધા જ રવિપાર્ક ટાઉનશીપની પાછળ થઈને હજારોની વસ્તી ધરાવતી સોસાયટીઓ- યાદવનગર, તિરૃપતિ વગેરે વિસ્તારોને જોડતા માર્ગ તો મોજુદ છે જ અને ત્યાંથી લોકો પગપાળા અવરજવર કરે છે, અને અડધે સુધી સડક પણ છે, પરંતુ કોઈ રેલવે ફાટક નથી લોકો પાટા ઓળંગીને આ વિસ્તારમાંથી ટૂંકા રસ્તે સરૃ સેકશન રોડ સુધી પગપાળા પહોંચી શકે છે પરંતુ વાહનવ્યવહાર થઈ શકતો નથી. આથી અહીં પાટા પર પહેલા તો રેલવે ફાટકની માંગણી થતી હતી. પરંતુ હવે કેન્દ્ર સરકારે ફાટક વિહોણી રેલવે સેવાની નીતિ જાહેર કરી હોવાથી હવે આ સ્થળે અંડરપાસ કે ઓવરબ્રીજ બનાવવાની ખૂબ જ જરૃર જણાવાઈ રહી છે. જો તે સ્થળેથી સરૃ સેકશન રોડ અને રવિપાર્ક ટાઉનશીપ- તિરૃપતિનો વિસ્તાર જોડાઈ તો જી.જી. હોસ્પિટલને તો તેની નવનિર્મિત મીની હોસ્પિટલ સાથે જોડી જ શકાશે, પરંતુ માત્ર બે કિલોમીટર જેવા અંતરે આવેલા જી.જી. હોસ્પિટલ, પાર્ક, પચંવટી કોલોનીઓ, કલેકટર-મામલતદાર પ્રાન્ત કચેરીઓ વગેરે સ્થળે પહોંચવા માટે અત્યારે પાંચ-સાત કિલોમીટરનો ફેરો ખાવો પડે છે, તે બંધ થતાં લોકોનો અમૂલ્ય સમય, ઈંધણ અને ખર્ચ બચશે તેમજ તેથી પ્રદુષણ ઘટતા પર્યાવરણની સુરક્ષા પણ થશે.
આથી આ સ્થળે રેલવે ઓવરબ્રીજ અથવા અંડરપાસ બનાવવાની જરૃર છે અને તે અંગે શાસક અને વિપક્ષના નેતાઓ પણ સહમત જ હશે, આ અંગે કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી સમક્ષ રજૂઆત થઈ જ હશે, પરંતુ આ મુદ્દે લેખિતમાં પણ ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરવા તથા જામનગર મહાનગર પાલિકાની બેઠકોમાં તેમજ જિલ્લા ફરિયાદ સંકલન સમિતિમાં પણ આ મુદ્દો ઉઠાવવાની જરૃર જણાવાઈ રહી છે.
તે ઉપરાંત કેન્દ્રીય આ મુદ્દા સહિત રેલવે રાજ્યમંત્રીની મુલાકાત દરમિયાન વિમર્શ અને રેલવેને લગતા જે કોઈ પ્રશ્નો રજૂ થયા, તે અંગે હવે કાંઈક તો થશે, તેવી આશા પણ લોકોને જાગી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag