Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિધાનસભામાં કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે વિવિધ સહાય જાહેર કરી, તે પૈકી
ગાંધીનગર તા. ૭ઃ ડુંગળી બટાકાના ભાવોના મુદ્દે સહાય, લાલ ડુંગળી, બટાકા સંગ્રહ તથા ટ્રાન્સપોર્ટેશન વગેરે માટે સહાયની સાથે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે ગૃહમાં જાહેરાત કરી હતી કે માવઠાથી નુકસાનનો સર્વે કરવાનો આદેશ અપાયા છે.
રાજ્યમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા કમોસમી વરસાદના લીધે ધરતી પુત્રો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોની મુશ્કેલીને વાચા મળે તે માટે સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે કમોસમી વરસાદથી ખેતીમાં થયેલા નુકસાનનો સર્વે કરવાનો આદેશ આપ્યો છે.
રાજય કૃષિ મંત્રી રાઘવજીએ ડુંગળી-બટાકાના ભાવ મામલે વિવિધ સહાયની વિધાનસભા ગૃહમાં જાહેરાત કરી હતી. રાજ્ય સરકારે ખેડૂતોને ૭૦ કરોડની સહાયની જાહેરાત કરી છે. રાઘવજી પટેલે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, ખેડૂતોને ટ્રાન્સપોર્ટ સબસિડી પણ આપવામાં આવશે અને ખેડૂતો માટે ૭૦ કરોડની સહાયનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
આ સહાયમાં સરકાર ખેડૂત દીઠ વધુમાં વધુ પ૦૦ કિલો માટે સહાય કરશે. સરકાર એક કિલોએ ર રૃપિયાની સહાયની જાહેરાત કરી છે. બટાકા અન્ય દેશમાં એકસપોર્ટ કરવા પર રપ ટકા સહાય આપવાની વાત કરી છે. મહત્વની વાત એ છે કે, ફેબ્રુઆરી માસના બીજા જ સપ્તાહથી ડુંગળીના ભાવમાં ઘટાડો નોંધાયો છે.
ખેડૂતોને ખાવાના બટાકા પકવવા માટે ટ્રાન્સપોર્ટ સબસિડિ સાથે સ્ટોરેજ માટે પણ સહાય અપાશે. કોલ્ડ સ્ટોરેજમાં માટે ખેડૂતોને પ્રતિ કિલો એક રૃપિયાની સહાય, અન્ય રાજ્યમાં બટાકાની નિકાસ કરનારને પ્રતિ મેટ્રિક ટન ૭પ૦ રૃપિયા રોડ ટ્રાન્સપોર્ટ સહાય, બટાકા અન્ય દેશમાં નિકાસ કરવા પર ટ્રાન્સપોર્ટેશનમાં રપ ટકાની સહાય અપાશે. ૬૦૦ ટકા બટાકા કોલ્ડ સ્ટોરેજમાં મુકવા પર કટ્ટાદીઠ પ૦ રૃપિયાની સહાય અપાશે. સાથે કૃષિ મંત્રીએ ગૃહમાં રાજ્યમાં ખેડૂતોના હિતને ધ્યાને લેતા એવો પણ નિર્ણય કર્યો છે કે, કમોસમી વરસાદના કારણે ખેતીમાં થયેલા નુકસાનનો સર્વે કરાવાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માવઠાના કારણે થયેલા નુકસાન અંગે સર્વે કરાવવાના આદેશ આપ્યા છે.
લાલ ડુંગળીની વાહતુક સહાય યોજના રાજય સરકારને મળેલ રજુઆત પરત્વે રેલવે મારફત ડુંગળીના નિકાસમાં સહાય આપવા અગાઉ અપાયેલ બટાકાની વાહતુક સહાયના ધોરણે લાલ ડુંગળી માટે વાહતુક સહાય યોજના માટે રાજયની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (એપીએમસી)માં નોંધાયેલ ખેડૂતો-વેપારીઓને લાલ ડુંગળી અન્ય રાજ્યો-દેશ બહાર નિકાસ માટે વાહતુક ખર્ચમાં (૧) રોડ ટ્રાન્સપોર્ટથી કરે તો રૃા. ૭પ૦ પ્રતિ મેટ્રીક ટન (ર) રેલવે મારફત કરે તો વાહતુક ખર્ચ ૧૦૦ ટકા અથવા રૃા. ૧૧પ૦ પ્રતિ મેટ્રીક ટનની મર્યાદામાં, બે માંથી જે ઓછું હોય તે અને (૩) દેશ બહાર નિકાસ કરે તો કુલ વાહતુક ખર્ચના રપ ટકા અને રૃા. ૧૦.૦૦ લાખની મર્યાદામાં, બે માંથી જે ઓછું હોય તે, ખેડૂત-વેપારીઓ દીઠ ટ્રાન્સપોર્ટ સબસિડી (વાહતુક સહાય) આપવાની રહેશે. જે માટે પ્રથમ તબક્કે અદાજીત ર.૦૦ લાખ મેટ્રિક ટન લાલ ડુંગળી અન્ય રાજ્યો-દેશ બહાર નિકાલ કરવાની વિચારણા કરતા જે માટે અંદાજીત રકમ રૃા. ર૦.૦૦ કરોડની સહાય જાહેર કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag