Advertisement
Author: નોબત સમાચાર

ઓખાના દરિયામાંથી મળી આવેલા ઈરાની જહાજમાંથી ૪૨૫ કરોડનું ડ્રગ્સ ઝબ્બે

કોસ્ટગાર્ડ તથા એટીએસનું સંયુક્ત ઓપરેશનઃ પાંચ ઈરાનીઓની પૂછપરછ શરૃ કરાઈઃ

દ્વારકા તા.૭ ઃ ઓખાના દરિયામાં ૧૯૦ નોટીકલ માઈલ દૂરથી રાજ્યની એટીએસ તથા કોસ્ટગાર્ડની ટીમે ઈરાનના એક જહાજને પકડી પાડ્યું છે. તેમાંથી રૃા.૪૨૫ કરોડનું ૬૧ કિલો ડ્રગ્સ મળી આવ્યું છે. તે જહાજમાંથી મળી આવેલા પાંચેય ઈરાનીની ઘનિષ્ઠ પૂછપરછ શરૃ કરાઈ છે.

ભારતીય કોસ્ટગાર્ડ તથા રાજ્યની એટીએસ ટીમને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખાના દરિયા કાંઠાથી ૩૪૦ કિ.મી. એટલે કે ૧૯૦ નોટીકલ માઈલ દૂર એક અજાણી બોટ આવી રહી છે. જેમાં કેટલોક વાંધાજનક સામાન છે.

તે બાતમીના આધારે પેટ્રોલિંગમાં રહેલી કોસ્ટગાર્ડની ટીમે શંકાસ્પદ બોટનો પીછો શરૃ કર્યાે હતો. તે પછી કોસ્ટગાર્ડ (આઈએસજી)ના જહાજો દ્વારા તે બોટને રોકી પાડવામાં આવી હતી. તે બોટની આઈએસજીની બોર્ડિંગ ટીમે તલાશી હાથ ધરવા ઉપરાંત બોટના ક્રુ-મેમ્બરના શંકા પ્રેરતા વર્તનને પણ નોટીસ કર્યા પછી બોટમાંથી ૬૧ કિલો જેટલો માદક પદાર્થ મળી આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજે રૃા.૪૨૫ કરોડની કિંમતનો નશીલો પદાર્થ કબજે કરવામાં આવ્યો છે.

આ બાબતે જાણવા મળ્યા મુજબ તે બોટને જ્યારે નિહાળવામાં આવી ત્યારે તે બોટ ઓખાના દરિયામાં ૧૯૦ નોટીકલ માઈલ દૂર હતી અને તેને પડકારવામાં આવતા જ બોટ દૂર જવા લાગી હતી. તેથી આઈસીજીના પેટ્રોલ વર્ગના જહાજ મીરાબેહન અને અભિકને તેની વિગતો આપવામાં આવ્યા પછી આ જહાજોએ યુક્તિપૂર્વક આ બોટને આંતરી લીધી હતી.

તે બોટમાંથી પાંચ ઈરાની નાગરિકતાવાળા કુ-મેમ્બર મળી આવ્યા છે. આ બોટને પુરતા બંદોબસ્ત સાથે ઓખા બંદરે લાવવામાં આવી છે. તમામ કુ-મેમ્બરની પૂછપરછ શરૃ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા દોઢ વર્ષમાં ઈન્ડિયન કોસ્ટગાર્ડ અને એટીએસની ટીમે સંકલનમાં રહી આઠ વિદેશી જહાજો  પકડી પાડ્યા હતા અને તેમાંથી ૪૦૭ કિ.ગ્રા. જેટલો અને રૃા.૨૩૫૫ કરોડની કિંમતનો માદક દ્રવ્યનો જથ્થો જપ્ત કર્યાે છે.

રાજ્યની એટીએસ ટીમના દીપન ભદ્રન, સુનિલ જોષીએ રાજ્યના પોલીસવડા વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ આ ઓપરેશનને કોસ્ટગાર્ડની ટીમ સાથે મળી પાર પાડ્યું છે. અગાઉ દ્વારકામાં એસપી તરીકે ફરજ બજાવી ગયેલા સુનિલ જોષી જ્યારે દ્વારકા જિલ્લામાં હતા ત્યારે પણ તેઓએ રૃા.પ૦૦ કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્થો પકડી પાડી રેકોર્ડ સર્જ્યો હતો. તે પછી તેમને એટીએમમાં મૂકવામાં આવતા તેઓએ ત્યાં પણ ઉત્કૃષ્ઠ કામગીરી બજાવી છે. આ જથ્થો ક્યાંથી આવ્યો અને ભારતમાં કયાં ઉતારવાનો હતો? વગેરે પ્રશ્નોના ઉત્તર મેળવવા માટે પાંચેય ઈરાનીઓની પૂછપરછ હાથ ધરાઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh