Advertisement
Author: નોબત સમાચાર

પીજીવીસીએલ દ્વારા બાકીદારો સામે નાણા વસૂલાત માટે કડક કામગીરી શરૃ

બાકી બીલ તાત્કાલિક ભરપાઈ કરવા કરાઈ તાકીદઃ

જામનગર તા.૭ ઃ જામનગરની પીજીવીસીએલ કચેરીએ બાકી રહેતા વીજબીલના નાણાની વસૂલાત માટે ખાસ ઝુંબેશ શરૃ કરી દોઢસોથી વધુ ટીમને વસૂલાત કામગીરી માટે મેદાનમાં ઉતારી છે. આ મહિનાના અંત સુધીમાં બાકીદારોને પોતાના વીજબીલ ભરી આપવા કંપનીએ તાકીદ કરી છે.

જામનગરની પીજીવી સીએલ કચેરી દ્વારા જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જે ગ્રાહકોની વીજ બીલની રકમ બાકી છે તેઓની સામે વસૂલાત માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બાકીદારોના વીજજોડાણો કાપવા માટે પીજીવીસીએલની ટીમો મેદાનમાં ઉતરી છે. આવા ગ્રાહકોના મીટર તેમજ સર્વિસ વાયર ઉતારી લેવા માટે ખાસ ઝુંબેશ શરૃ કરાઈ છે. તેમાં ૧૫૦ ટીમને મૂકવામાં આવી છે. જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં કુલ ૧૦૦૩૦૮ ગ્રાહકો પાસેથી વીજ કંપનીએ રૃા.૪૩ કરોડ ૫૯ લાખ વીજ બીલ પેટે વસૂલવાના બાકી હતા તેમાંથી ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં ૧૬,૬૮૧ ગ્રાહકોએ રૃા.૫ કરોડ ૫૭ લાખ ભરપાઈ કર્યા છે. તેમ છતાં હજુ ૧૬૬૫ ગ્રાહકોએ રૃા.૨ કરોડ ૭૦ લાખ ભરવાના બાકી હોય તેમના વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યા છે.

વીજ કંપનીની તમામ પેટા વિભાગીય કચેરી હેઠળના કેશ કલેક્શન સેન્ટર ચાલુ મહિનામાં રજાના દિવસો માટે ચાલુ રાખવામાં આવ્યા છે. તેથી આ દિવસોમાં પણ જે ગ્રાહકોએ પોતાના વીજબીલ ભરવાના બાકી હોય તેઓ નાણા ભરપાઈ કરી શકશે. વીજબીલના નાણા ગ્રાહકો ઓનલાઈન પણ ચૂકવી શકે છે. જ્યારે ગામડાઓમાં ઈ-ગ્રામ પંચાયતમાં પણ વીજબીલ ભરાય શકે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh