Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિપક્ષના ધારાસભ્યો જોડાયા નહીંઃ
ગાંધીનગર તા. ૦૭ઃ કોંગ્રેસ-આપ વગર વિધાનસભામાં ધૂળેટી રમાઈ હતી. ઈતિહાસમાં પહેલીવાર ભાજપના ધારાસભ્યોએ વિધાનસભામાં રંગોનો તહેવાર મનાવ્યો હતો. આદિવાસી નૃત્યની રમઝટ વચ્ચે રંગોની છોળો ઉડી.
રાજ્યમાં હાલ ૧૫મી વિધાનસભાનું બીજું સત્ર યોજાઈ રહ્યું છે અને જોગાનું જોગ ધૂળેટીપર્વ પણ દેશભરમાં ઉજવાશે. આજે હોળી અને ધૂળેટી વચ્ચેના પડતર દિવસે વિધાનસભાના પટાંગણમાં રંગોનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. એ પણ ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં પ્રથમ વખત ભાજપના ધારાસભ્યો એકસાથે ધૂળેટી પર્વની ઉજવણી કરી છે. આજે પડતર દિવસે વિધાનસભા દ્વારા હોળી-ધૂળેટીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.
મંગળવારે વિધાનસભા સત્ર આયોજન અગાઉ ધૂળેટી પર્વની ઉજવણી માટે તૈયારી કરવામાં આવી હતી. સત્ર શરૃ થતાં અગાઉ વિધાનસભા બહાર ઉજવણી કરવાનું આયોજન કરાયું હતું. ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં સૌ પ્રથમવાર તહેવારની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. હોળીની ઉજવણીમાં ભાજપના ધારાસભ્યોએ ભાગ લીધો હતો. જેમાં રાજ્યના મુખ્યમંત્રી સહિતના તમામ મંત્રીઓએ પણ ઉજવણીમાં જોડાયા હતાં. જોકે, કોંગ્રેસ અને આપ ના ધારાસભ્યો ઉજવણીમાં જોડાયા ન હતા.
હોળીની ઉજવણી કેસુડાના રંગથી કરવાનું આયોજન છે, જેથી લોકો સુધી કુદરતી રંગથી હોળી તહેવાર ઉજવવાનો સંદેશો આપી શકાય. મળતી માહિતી પ્રમાણે ૧૦૦ કિલો કેસૂડાના ફૂલ ધુળેટી ઉજવણી માટે મગાવવામાં આવ્યો હતો. વિધાનસભા સત્ર શરૃ થાય એ અગાઉ હોળી પર્વની ઉજવણી કરાઈ છે. તમામ ધારાસભ્યો એકસાથે પ્રથમવાર એક જ સ્થળે હોળીની ઉજવણી કરી છે એ માટે સોમવારે વિધાનસભા અધ્યક્ષે મંજુરી પણ આપી દીધી હતી.
ભાજપના ધારાસભ્યો ધુળેટીની મજા માણી હતી. ઉલ્લેખનીય છે કે, શાસકપક્ષના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુકલએ હોળીના આયોજન માટે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને એક દરખાસ્ત આપી હતી અને અધ્યક્ષે દરખાસ્ત ગ્રાહ્ય રાખતાં વિધાનસભા સચિવાલયે પણ તેને મંજુરી આપી હતી. જ્યારે આજે પડતર દિવસ હોઈ વિધાનસભા ગૃહની બેઠક પણ કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag