Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરની રોટરી કલબ દ્વારા યોજાયો
જામનગર તા. ૭ઃ જામનગરની રોટરી કલબ દ્વારા બે દિવસ માટે બેટરી સંચાલિત કૃત્રિમ ઈલેકટ્રોનિક હાથ ફીટ કરી આપવાનો નિઃશૂલ્ક સેવા કેમ્પ યોજાયો હતો.
જેમાં કોણી સુધીનો હાથ ગુમાવી બેસેલા બાવન લોકોને અદભુત ટેકનીકલવાળો કૃત્રિમ હાથ ફીટ કરી આપવામાં આવ્યો હતો. આ કૃત્રિમ હાથમાં લાભાર્થીના હાથના પંજા, ખુલ-બંધ થઈ શકે તેવી ટેકનિક છે.
પુનાની સંસ્થાના સહયોગથી આ કેમ્પ યોજાયો હતો. જેમાં ગુજરાત રાજ્ય તેમજ રાજસ્થાન અને મહારાષ્ટ્રથી લાભાર્થીઓ આવ્યા હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે જામનગરની રોટરી કલબ દ્વારા વર્ષ ર૦૧પ થી નિઃશૂલ્ક ધોરણે કૃત્રિમ હાથ લગાવી આપવાના કેમ્પ લગાતાર યોજવામાં આવે છે. અગાઉ એલએન-૪ નામના અમેરિકન મેઈડ કૃત્રિમ હાથ ફીટ કરી આપવામાં આવ્યા હતાં. જેની કાર્યક્ષમતામાં મર્યાદા હતી. જ્યારે હવે પુનાની ઈનાલી ફાઉન્ડેશન નામની સંસ્થાના સંયુકત સહયોગથી સ્વદેશી બેટરી સંચાલિત ઈલેકટ્રોનિક હાથ ફીટ કરી આપવામાં આવે છે.
આ હાથના કારણે એક હાથની કમીનો અહેસાસ દૂર થાય છે. સામાન્ય જીવનમાં ડોલ-ડબલા ઉપાડવા, સ્કુટરનું હેન્ડલ પકડવું, લીવર આપવું, શાકભાજીની છાલ ઉતારવી-સમારવું, રોટલી વણવી, ટાઈપીંગ કરવા જેવા કામો કરી શકાય છે. આ કેમ્પમાં રોટરી કલબના પ્રમુખ ભાવેશભાઈ શેઠ, માનદમંત્રી અંકિતભાઈ ગોકાણી, ડો. રૃપેન દોઢિયા સહિતના હોદ્દેદારો, રોટરી મેમ્બરો ઉપસ્થિત રહ્યા હતાં.
આ તકે રોટરી કલબના પ્રોજેકટ ચેરમેન શરદભાઈ શેઠે જણાવ્યું હતું કે સ્વદેશી બનાવટના આ ઈલેકટ્રોનિક હાથ વધુ કાર્યક્ષમ છે અને લાભાર્થીને નાના-મોટા દૈનિક કામોમાં ખૂબ આસાની રહે છે. આ હાથ બેટરી સંચાલિત છે અને એક વખત ચાર્જીંગ કરાવ્યા પછી બે દિવસ બેટરી ચાલે છે.
અકસ્માતમાં હાથ ગુમાવ્યો પણ હવે સ્કૂટર ચલાવું છું...
આ સેવા કેમ્પમાં સુરેન્દ્રનગરના સાયલાથી આવેલા ૩ર વર્ષના ટ્રક ડ્રાઈવર ઈકબાલભાઈએ તેના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે અકસ્માતમાં હાથ ગુમાવ્યો હતો પણ હવે હાથ ફીટ થયા પછી સ્કુટરનું લીવર આપી ચલાવી શકું છું.
જ્યારે એક અન્ય લાભાર્થી પુનાથી આવેલા ૬૩ વર્ષના હસન કાસીમ શેખે જણાવ્યું હતું કે ર૦૧૯ માં મશીનમાં હાથ આવી જતાં હાથ ગુમાવ્યો હતો. પણ આ કૃત્રિમ હાથ ફીટ થયા પછી શાકની છાલ ઉતારવી, સમારવા જેવા નાના કામો આસાનીથી કરી શકું છું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag