Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૃા.૨૯.૭૪ લાખની સરકારી તિજોરીને થઈ આવકઃ
જામનગર તા. ૧ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચાર પોલીસ મથકમાં રાખવામાં આવેલા નધણીયાતા વાહનોની હરાજી માટે પોલીસ દ્વારા કરાયેલી તજવીજમાં ૪૩૪ વાહન વેચાયા હતા. તેમાંથી સરકારી તિજોરીને રૃા.૨૯ લાખ ૭૪ હજારની આવક મળી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ, દ્વારકા, કલ્યાણપુર, તથા ખંભાળિયા પોલીસ મથકો માં જુદા જુદા ગુન્હામાં ડીટેઈન કરાયેલા વાહનો ભંગાર હાલતમાં પડ્યા હોય તે વાહનોના નિકાલ માટે તજવીજ શરૃ કરાઈ હતી. તે વાહનો છોડાવી જવા માટે અપાયેલી મહેતલ પછી નધણીયાતા રહેલા ૪૩૪ વાહનોની જાહેર હરાજી કરાઈ હતી.
હરાજીના પ્રથમ ચરણમાં જે તે વાહનોની અપસેટ પ્રાઈઝ નક્કી થઈ હતી. તેમાં ૩૨૯ વાહનની હરાજી થતાં રૃા.૨૪ લાખ ૫૭,૪૯૦ની રકમ પ્રાપ્ત થઈ હતી. હરાજીના બીજા ચરણમાં ઓખા, ભાણવડ, કલ્યાણપુર પોલીસ મથકમાંથી ૧૦૫ વાહન અને ૪૩૦ વાહનના સ્પેરપાર્ટની કરાયેલી હરાજીમાં રૃા.૫ લાખ ૧૫ ૬૬૦ની રકમ ઉપજી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial