Advertisement
Author: નોબત સમાચાર

પશ્ચિમ રેલવે દ્વારા ઓખા-મદુરાઈ સાપ્તાહિક સ્પે. ટ્રેનના ફેરા લંબાવાયા

મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખી

રાજકોટ તા. ૧ઃ મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવે દ્વારા સમાન રચના, સમય અને રૃટ સાથે વિશેષ ભાડા પર ઓખા-મદુરાઈ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવામાં આવ્યા છે. જેમાં (૧) ટ્રેન નંબર ૦૯પર૦ ઓખા-મદુરાઈ સ્પેશિયલ, જેને અગાઉ રપ ડિસેમ્બર, ર૦ર૩ સુધી સૂચિત કરવામાં આવી હતી. તે હવે ર૯ જાન્યુઆરી, ર૦ર૪ સુધી લંબાવવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન, આ ટ્રેન ઓખાથી દર સોમવારે રર કલાકે ઉપડશે અને ગુરૃવારે ૧૧.૪પ કલાકે મદુરાઈ પહોંચશે અને (ર) ટ્રેન નંબર ૦૯પ૧૯ મદુરાઈ-ઓખા સ્પેશિયલ, જે અગાઉ ર૯ ડિસેમ્બર, ર૦ર૩ સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે ર ફેબ્રુઆરી, ર૦ર૪ સુધી લંબાવવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન, આ ટ્રેન મદુરાઈથી દર શુક્રવારે ૦૧.૧પ કલાકે ઉપડશે અને રવિવારે ૧૦.ર૦ કલાકે ઓખા પહોંચશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh