Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રોજગાર કચેરી અને શ્રીમતી યુ.પી.વી. કન્યા વિદ્યાલય દ્વારા
જામનગર તા. ૧ઃ જામનગર મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી અને શ્રીમતી યુ.પી.વી. કન્યા વિદ્યાલય, જોડિયાના સંયુક્ત ઉપક્રમે પાસપોર્ટ અવેરનેસ અને પાસપોર્ટ વિષે માર્ગદર્શન, વિદેશ રોજગાર તેમજ રોજગાર અને કારકિર્દી માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ માર્ગદર્શનલક્ષી સેમિનારની શરૃઆતમાં સંસ્થાના આચાર્ય ક્રિષ્નાબા ચુડાસમા દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરાયા પછી તેમણે પ્રોગ્રામ વિષે ઉપસ્થિત સર્વેને જાણકારી આપી હતી. ત્યારપછી મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી, જામનગરના કેરિયર કાઉન્સેલર અંકિતભાઈ ભટ્ટ દ્વારા સર્વેને રોજગાર કચેરી દ્વારા પૂરી પાડવામાં આવતી વિવિધ સેવાઓ, પ્રવર્તમાન સમયે રહેલી નોકરીની જુદી જુદી જાહેરાતો, એમ્પ્લોફમેન્ટ પૂરી પાડવામાં આવતી વિવિધ સેવાઓ, પ્રવર્તમાન સમયે રહેલી નોકરીની જુદી જુદી જાહેરાતો, એમ્પ્લોયમેન્ટ કાર્ડનું મહત્ત્વ, એમ્પ્લોયમેન્ટ કાર્ડ માટે ક્યા ક્યા ડોક્યુમેન્ટ જરૃરી છે, તેની સવિસ્તાર માહિતી આપવામાં આવી હતી. વિદેશ રોજગાર સેલ, રાજકોટના ઓવરસીસ કાઉન્ડેલર હાર્દિકભાઈ મહેતા અને ઓવરસીસ કાઉન્સેલર હામીરભાઈ ચૌહાણ દ્વારા પાસપોર્ટ કેવી રીતે કઢાવવો, પાસપોર્ટ માટે ઓનલાઈન એપ્લિકેશન કેમ કરી શકાય તથા પ્રવર્તમાન સમયમાં થતાં પાસપોર્ટ સબબ છેતરપિંડીથી કેમ બચી શકાય તે વિષે સર્વેને માર્ગદર્શન આપ્યું હતું.
સમગ્ર કાર્યક્રમના અંતે રોજગાર, એમ્પ્લોયમેન્ટ કાર્ડ, પાસપોર્ટ અને વિદેશ રોજગાર વિષે પી.પી.ટી. સાથે સચોટ માર્ગદર્શન પૂરૃં પાડ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ સંસ્થાના મદદનીશ શિક્ષક ડી.એન. આચર દ્વારા કરવામાં આવી હતી. ઉક્ત સેમિનારમાં સંસ્થાના સમગ્ર શિક્ષકગણ અને સંસ્થાના ધોરણ ૯ થી ૧ર મા અભ્યાસ કરતી રરપ વિદ્યાર્થિનીઓ ઉપસ્થિત રહી હતી. તેમ મદદનીશ નિયામક (રોજગાર)છ સુશ્રી એમ.બી. સાંડપા, જામનગરની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial