Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઋણમુક્તેશ્વર મહાદેવના ફાટક પર ઓવરબ્રીજ પણ બનશેઃ
દ્વારકા તા. ૧ઃ દ્વારકાથી નાગેશ્વર જ્યોતિર્લિંગ અને ભગવાન શ્રીકૃષ્ણના ઐતિહાસિક સ્થળ પર જ્યાં ભગવાને ગોપીઓ સાથે રાસ રચ્યો હતો, તેવા નાગેશ્વર જ્યોતિર્લિંગ નજીકના ગોપી તળાવ ધાર્મિક સ્થળોને જોડતો દ્વારકા નાગેશ્વર ગોપી ગામના ર૧ કિલોમીટરના હાઈ-વે માર્ગ રૃપિયા ૩૦ કરોડના ખર્ચે ચાર માર્ગે રસ્તો બનાવી તેમના નવીનિકરણ કરવાની પ્રક્રિયા રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા શરૃ કરવામાં આવી છે.
વર્ષ ર૦ર૪ ના નવા વર્ષની દ્વારકા જ્યોતિર્લિંગ અને ગોપી ગામને પ્રવાસી લક્ષી માર્ગ સુવિધા થકી યાત્રિકોને પરિવહનમાં સરળતા રહેશે.
દ્વારકાના મુખ્ય પ્રવેશદ્વાર સમા ઈસ્કોન ગેટથી લઈને નાગેશ્વર અને ગોપી તળાવ જતો હાલનો હયાત માર્ગને ચાર માર્ગે બનાવવાના ટેન્ડરો પણ બહાર પડી ચૂક્યા છે. નવા વર્ષના પ્રારંભ સાથે આ માર્ગનું નવીનિકરણ શરૃ થઈ જશે.
અત્રે એ પણ નોંધનીય છે કે, આ માર્ગ ઉપરથી જ પ્રવાસીઓ દ્વારકાથી નાગેશ્વર ગોપી તળાવ બેટદ્વારકા શિવરાજપૂર બીચ સહિતના દર્શનિય સ્થળ ઉપર જતા હોય છે.
ઈસ્કોન ગેટથી પસાર થતાં આ માર્ગ ઉપર ટૂંક સમયમાં જ દ્વારકા પાલિકા હદ વિસ્તારમાં આવતા ઋણ મુક્તેશ્વર મહાદેવ મંદિર પાસેના રેલવે ફાટકને પણ ઓવરબ્રીજ બનાવવાની કામગીરીની પ્રાથમિક પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી છે, જેથી આ માર્ગ ઉપરથી પસાર થતાં પ્રવાસીઓ અને દ્વારકા વિસ્તારની પ્રજાને રેલવેના બંધ ફાટકનો સામનો હવે કરવો નહીં પડે.
આમ દ્વારકાને નવા વર્ષમાં યાત્રિકોલક્ષી વિકસિત દ્વારકાને મળેલી આ ભેટથી દ્વારકાવાસીઓમાં પણ આનંની લાગણી છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ ક્ષેત્રના ધારાસભ્ય પબુભા માણેક અને હાલારના સાંસદ પૂનમબેન માડમની દીર્ઘદૃષ્ટિથી અને અનેક રજૂઆતો પછી આ માર્ગનું નવીનિકરણ થતાં વિકાસને વેગ મળ્યો હોવાના પ્રતિભાવો લોકો વ્યક્ત કરી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial