Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાના દરિયામાં સબમરીન પ્રવાસ, ફ્લોટીંગ વિલેજ પછી હવે ડોલ્ફીન ક્રૂઝ પ્રોજેક્ટ માટે વાઈબ્રન્ટ ગુજરાતમાં થશે એમઓયુ

દ્વારકામાં આ વર્ષે અનેક વિકાસકાર્યોથી પ્રવાસન ક્ષેત્ર નવી ઊંચાઈ હાંસલ કરે તેવી સંભાવનાઃ

દ્વારકા તા. ૧ઃ યાત્રાધામ દ્વારકામાં દિન-પ્રતિદિન યાત્રિકોનો ધસારો વધતો જ રહે છે. જગત મંદિરના દર્શનાર્થે ફિલ્મી કલાકારો, મંત્રીઓ-નેતાઓ, અધિકારીઓ સહિતના અનેક મહાનુભાવો સહિત બહોળી સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે. ત્યારે દ્વારકામાં પ્રવાસનને વેગ આપવા સરકાર દ્વારા વિવિધ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે.

દરિયાની અંદરની પૌરાણિક જળમગ્ન દ્વારકાના અવશેષો નિહાળી શકાય એ માટે સબમરિન સેવા આરંભ કરવાની ઘોષણા થઈ છે. આ ઉપરાંત બેટદ્વારકા, ધરોઈ કંડાણા ડેમ સહિતના સ્થળોએ ફ્લોટીંગ વિલેજ (તરતા ગામ) નું નિર્માણ કરવામાં આવશે જેને પગલે માલદિવ્સ જેવી પ્રવાસન સુવિધા ઉપલબ્ધ બનતા પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બનશે.

આ ઉપરાંત દ્વારકા આસપાસના દરિયામાં ડોલ્ફીન મોટા પ્રમાણમાં જોવા મળતી હોય, ડોલ્ફીન ક્રૂઝ પ્રોજેક્ટ પણ હાથ ધરવાની ઘોષણા કરવામાં આવી છે. તાજેતરમાં થયેલા સર્વે મુજબ ર૦૦ જેટલી વેલમાછલી જોવા મળી હતી, તેથી યાત્રિકોમાં વિશેષ આકર્ષણ ઊભુ થયું છે, અને માછલીઓ જોવા માટે આકર્ષક ક્રૂઝ શરૃ થશે, તેવા સંકેતો પણ મળી રહ્યા છે, અને આ વિવિધ પ્રોજેક્ટોના એમઓયુ પણ આગામી વાઈબ્રન્ટ ગુજરાત દરમિયાન થનાર હોવાનું જાણવા મળે છે.

વર્ષ ર૦ર૩ દરમિયાન અનેક મહાનુભાવો સહિત દ્વારકામાં કુલ ૭૮ લાખથી વધુ યાત્રિકો આવ્યા હોવાનું સત્તાવાર જાહેર થયું છે ત્યારે આવનારા સમયમાં પ્રવાસનને વેગ આપતા અનેક વિકાસકાર્યોને પગલે વર્ષ દરમિયાન દ્વારકા આવનારા યાત્રિકોની સંખ્યા કરોડોમાં પહોંચે તેવી સંભાવનાને પગલે સ્થાનિકો માટે રોજગારીની વિપુલ અને ઉત્તમ તકો નિર્માણ થવાની પણ શક્યતાને પગલે ખુશીની લહેર છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh