Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં આજે નવા વર્ષની શુભ સવારે ત્રણ સ્થળે યોજાયા સામૂહિક સૂર્યનમસ્કાર

ક્રિકેટ બંગલો, તળાવની પાળ અને મહિલા કોલેજમાં આયોજનઃ મહાનુભાવો, ઉચ્ચ અધિકારીઓ તથા નગરજનો જોડાયાઃ

વર્ષ ર૦ર૪ ના કેલેન્ડર વર્ષની પ્રથમ પ્રભાતે આજે સવારે જામનગરમાં મુખ્ય ત્રણ સ્થળોએ સામૂહિક સૂર્યનમસ્કારનો કાર્યક્રમ યોજાયો હતો. સૂર્યનમસ્કારને વિશ્વસ્તરીય ફલક ઉપર લઈ જવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં સૂર્યનમસ્કાર મહા અભિયાન કાર્યક્રમનું આજે સવારે આયોજન થયું હતું. શહેરના અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયનમાં આયોજીત કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, મેયર વિનોદભાઈ ખીમસૂર્યા વગેરે સહિતના અનેક લોકોએ સૂર્યનમસ્કાર કર્યા હતાં. સૂર્યનમસ્કારનો આ સામૂહિક કાર્યક્રમ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં સંચાલન અને આભારવિધિ લલિત જોષીએ કરી હતી. અધિક કલેક્ટર બી.એન. ખેર, પ્રાંત અધિકારી (ગ્રામ્ય) શ્રી ડોબરિયા, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી પઠાણ, હોમ ગાર્ડઝના અધિકારી શ્રી સરવૈયા, યોગ બોર્ડના સોનલબેન માકડિયા, પોલીસ, હોમગાર્ડના લોકો જોડાયા હતાં. આ ઉપરાંત તળાવની પાળે પણ સૂર્યનમસ્કારનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, તથા જિલ્લા પંચાયતના પ્રમુખ મયબેન ગરસર, યોગ શિક્ષક પ્રીતિબેન શુક્લ વગેરે જોડાયા હતાં. જ્યારે ત્રીજો કાર્યક્રમ એ.કે. દોશી મહિલા કોલેજમાં મહાનગરપાલિકા દ્વારા આયોજીત કરવામાં આવ્યો હતો. જેમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી, કોર્પોરેટરો વગેરે જોડાયા હતાં. આમ શહેરમાં આયોજીત મુખ્ય ત્રણેય કાર્યક્રમમાં અસંખ્ય લોકો સૂર્યનમસ્કાર કાર્યક્રમમાં જોડાયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh